વ્યારાના ચાંપાવાડી ગ્રામસભા યોજાઈ
વ્યારાના ચાંપાવાડી ગ્રામસભા યોજાઈ
Published on: 03rd October, 2026

મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ચાંપાવાડી ગામનો વિકાસ યોજનામાં સમાવેશ થતાં, 2 ઓક્ટોબરે યોજાયેલી ગ્રામસભામાં ગામના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું. સરપંચ અમૂલભાઈ ગામીતની અધ્યક્ષતામાં આયોજિત આ સભામાં આંતરિક રસ્તાઓ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રીટલાઇટ, જાહેર સુવિધાઓ, સ્વચ્છતા અને બ્યુટિફિકેશન જેવા કામોને પ્રાથમિકતા આપવા ચર્ચા થઈ. ગ્રામજનો પાસેથી સૂચનો મેળવી જરૂરિયાત મુજબના વિકાસ કાર્યો નક્કી કરવામાં આવ્યા, જે માળખાકીય સુવિધાઓને સુદૃઢ બનાવશે.