મહારાષ્ટ્રના ભંડારામાં ટ્રક-પિકઅપ વચ્ચે ભયાનક ટક્કર
મહારાષ્ટ્રના ભંડારામાં ટ્રક-પિકઅપ વચ્ચે ભયાનક ટક્કર
Published on: 11th September, 2026

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શુક્રવારે વહેલી સવારે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.