શ્રમિકોની પડતર માંગણીઓ મુદ્દે ભારતીય મજદૂર સંધ દ્વારા કલેક્ટરને આવેદન અને ધરણા
ભારતીય મજદૂર સંધ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને ક્ષેત્રોના શ્રમિકોની પડતર માંગણીઓના નિરાકરણ માટે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું. મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી, આશા કર્મચારીઓ, ગુજરાત રાજ્ય પરિવહન, પોસ્ટલ, નગરપાલિકા અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ લાભાર્થી હતા. બપોરે કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં સામાજિક સુરક્ષા, લઘુત્તમ વેતન, પગાર, પેન્શન અને શ્રમ કાયદા સુધારણા જેવી માંગણીઓ રજૂ કરાઈ.
શ્રમિકોની પડતર માંગણીઓ મુદ્દે ભારતીય મજદૂર સંધ દ્વારા કલેક્ટરને આવેદન અને ધરણા
વડોદરાના વાઘોડિયાની શાળાના તેજસ્વી બાળકોને ઈનામ વિતરણ
વડોદરાના વાઘોડિયા વિદ્યોતેજક મિત્ર મંડળ દ્વારા વાઘોડિયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો પૈકી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્રિતીય ક્રમાંક મેળવનાર અને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા મુખ્ય વિષયો તેમજ સંસ્કૃતમાં સર્વાધિક ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના વાઘોડિયાની શાળાના તેજસ્વી બાળકોને ઈનામ વિતરણ
નસવાડી ગાયત્રી શક્તિપીઠ ખાતે શિબિર યોજાઈ
નસવાડી ગામે આવેલ ગાયત્રી શક્તિપીઠ વિદ્યાપીઠ ખાતે તા. 16ના રોજ દ્વિતીય એક દિવસીય મૌન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયેલી આ મૌન શિબિરમાં કુલ 63 ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો, જેમાં 23 બહેનો અને 40 પુરુષો જોડાયા હતા. શિબિર દરમિયાન ઉપસ્થિત સાધકોએ મૌનનું પાલન કરી ધ્યાન, આત્મચિંતન તથા આધ્યાત્મિક સાધનાના માધ્યમથી આંતરિક શાંતિનો અનુભવ કર્યો હતો.
નસવાડી ગાયત્રી શક્તિપીઠ ખાતે શિબિર યોજાઈ
ડભોઈ એસ.ટી. ડેપોમાં કચરાપેટીઓ ગાયબ થતાં મુસાફરોને હાલાકી
ડભોઈના એસ.ટી. ડેપો પરિસરમાં મુસાફરો અને વિદ્યાર્થીઓની સુવિધા માટે અને સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે મૂકવામાં આવેલી તમામ ડસ્ટબિન (કચરાપેટીઓ) અચાનક ગાયબ થઈ જતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, દૈનિક હજારો મુસાફરો અને 200થી વધુ બસોની અવરજવર છતાં ડસ્ટબીન ગાયબ થતાં મુસાફરો જાહેરમાં જ કચરો ફેંકી દેતાં નજરે પડે છે.
ડભોઈ એસ.ટી. ડેપોમાં કચરાપેટીઓ ગાયબ થતાં મુસાફરોને હાલાકી
છોટાઉદેપુર ખાતે ઓરસંગ બ્રિજ પર પડેલા ખાડા પુરાવાની કામગીરી શરૂ
છોટાઉદેપુર નજીક નેશનલ હાઈવે 56 પર મધ્યપ્રદેશને જોડતા ઓરસંગ નદીના બ્રિજ પર ચોમાસા દરમિયાન મોટા ખાડા પડવાની સમસ્યાથી વાહનચાલકો હેરાન પરેશાન હતા. આ કારણે અકસ્માતનો ભય રહેતો હતો. તાજેતરમાં કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ પરના ઊંડા ખાડાઓ પુરાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે અને અકસ્માતનો ભય ટળશે. તેમ છતાં, 30 ટનથી વધુ વજનના વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ વાહનો ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે.
છોટાઉદેપુર ખાતે ઓરસંગ બ્રિજ પર પડેલા ખાડા પુરાવાની કામગીરી શરૂ
પંચમહાલના વૈષ્ણવ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 28મો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો
બોડેલી ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરના હોલમાં વૈષ્ણવ યુવા સંગઠન-વિપો દ્વારા 28મા શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરાયું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વૈષ્ણવ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે. પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં તા.21 ઓગસ્ટ શુક્રવારે સાંજે 5:00 વાગ્યે આ સમારોહ યોજાયો. દર વર્ષે આયોજિત થતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ અને રુચિ વધારે છે. આ વર્ષે ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ અને મેડલ આપી સન્માનિત કરાયા.
પંચમહાલના વૈષ્ણવ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 28મો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો
'તરતા સોના'ની લાલચમાં લાખોની ઠગાઈ
'તરતું સોનું' ગણાતા એમ્બરગ્રીસની લાલચમાં લાખોની ઠગાઈનો પર્દાફાશ થયો છે. આ ગેરકાયદે વેપાર ગુજરાત સહિત દક્ષિણ ભારતના રાજ્યો અને જકાર્તા સુધી ફેલાયેલો છે. ગ્રાહક બનીને કરાયેલી તપાસમાં ડામર, રબર અને ડુક્કરની ચરબી જેવી વસ્તુઓમાંથી બનાવેલા નકલી એમ્બરગ્રીસનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકો શોધીને, બનાવટી લેબ રિપોર્ટ્સ બતાવી લોકોને છેતરવામાં આવી રહ્યા છે. ભારતમાં સ્પર્મ વ્હેલ સંરક્ષિત હોવાથી તેના અંગોનો વેપાર ગેરકાયદે છે.
'તરતા સોના'ની લાલચમાં લાખોની ઠગાઈ
6 વર્ષની બાળકીમાં ગુજરાતની પ્રથમ VNS સર્જરી
ગુજરાતમાં, લુણાવાડાની 6 વર્ષની બાળકી, જેને દિવસમાં 200 વખત ખેંચ (epilepsy) આવતી હતી, તેના પર VNS (વેગસ નર્વ સ્ટીમ્યુલેશન) સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. જન્મના 6 મહિના પછી શરૂ થયેલી આ ગંભીર બીમારીને કારણે બાળકીના મગજના વિકાસ પર પણ અસર થતી હતી. દવાઓ અને અન્ય સારવાર નિષ્ફળ ગયા બાદ, આ અત્યંત જટિલ સર્જરી દ્વારા તેને 30 થી 80% રાહત મળી છે. આ પ્રકારની VNS સર્જરી ગુજરાતમાં 16 વર્ષથી નાના બાળકમાં પ્રથમ વખત થઈ છે, જે મેડિકલ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
6 વર્ષની બાળકીમાં ગુજરાતની પ્રથમ VNS સર્જરી
DDO દ્વારા નસવાડી તાલુકાના ધારસિમેલ ગામમાં વિકાસકામોની વ્યાપક સમીક્ષા અને નિરીક્ષણ
નસવાડી તાલુકાના ધારસિમેલ ગામે DDO દ્વારા યોજાયેલી બેઠકમાં વિવિધ વિકાસકામો, સરકારી યોજનાઓની પ્રગતિ અને સ્થાનિક જરૂરિયાતોની વિસ્તૃત સમીક્ષા કરાઈ. DDOએ શાળા, આંગણવાડી અને PHCની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ, બાળકો અને સ્થાનિકો સાથે સંવાદ કર્યો. શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવી સેવાઓની ગુણવત્તા સુધારવા સૂચનો અપાયા. મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના કામોની પણ સમીક્ષા કરવામાં આવી. ધારસિમેલ ધોધની મુલાકાત લઈને વિસ્તારના વિકાસની શક્યતાઓ ચકાસાઈ.
DDO દ્વારા નસવાડી તાલુકાના ધારસિમેલ ગામમાં વિકાસકામોની વ્યાપક સમીક્ષા અને નિરીક્ષણ
દાહોદના નવીન રેસ્ટ હાઉસના કામમાં નબળી ગુણવત્તા સામે લોકોમાં ભારે રોષ
સંજેલી તાલુકાના કોટા ડુંગર પર વન વિભાગ દ્વારા 68 લાખના ખર્ચે બનેલા રેસ્ટ હાઉસમાં ઉદઘાટન પહેલાં જ તિરાડો દેખાઈ છે. દિવાલો, પગથિયાં અને ટાઇલ્સમાં હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગથી બાંધકામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વન વિભાગે તપાસ કરતાં ક્ષતિ જણાઈ આવી હતી. સ્થાનિક લોકો નિષ્પક્ષ અને ટેકનિકલ તપાસની માંગ કરી રહ્યા છે, જ્યાં સુધી યોગ્ય કામગીરી ના થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને પેમેન્ટ રોકવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.
દાહોદના નવીન રેસ્ટ હાઉસના કામમાં નબળી ગુણવત્તા સામે લોકોમાં ભારે રોષ
ગોધરાના મુખ્ય માર્ગ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ
મોરવા હડફ તાલુકાના મોરા ખાતે મુખ્ય માર્ગ પર થયેલા કાચા-પાકા અને ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને, માર્ગ મકાન વિભાગે દબાણ કર્તાઓને નોટિસ આપી સાત દિવસમાં દબાણ દૂર કરવા જણાવ્યું હતું. પ્રથમ દિવસે, રેખાંકન કરીને દબાણ કર્તાઓને સ્વેચ્છાએ દબાણ હટાવવાની તક આપવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત હેઠળ, જેસીબી મશીનની મદદથી વૃક્ષની ડાળીઓ સહિતના દબાણો દૂર કરાયા હતા, અને ઘણા દબાણ કર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવાનું શરૂ કર્યું છે.
ગોધરાના મુખ્ય માર્ગ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ
મકતમપુર લિટ્લ સ્ટાર્સ સ્કૂલમાં નશામુકિત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભરૂચના મકતમપુર ખાતે આવેલી લીટલ સ્ટાર્સ હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓમાં નશામુકિત અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી નશામુકિત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ દરમયાન બ્રહ્માકુમારી સંસ્થા તરફથી ઉપસ્થિત બહેનોએ વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓમાં નશામુકિત પ્રત્યે જાગૃતિ સાથે સ્વસ્થ જીવનશૈલી અને સામાજીક જવાબદારીની ભાવના વિકસાવવાનો મહત્વપુર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મકતમપુર લિટ્લ સ્ટાર્સ સ્કૂલમાં નશામુકિત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ટાવલ ગામે મહિલાઓ માટે કેનિંગ તાલીમ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ટાવલ ગામે મહિલાઓ માટે બે દિવસીય કેનિંગ તાલીમ યોજાઈ, જેમાં 27 બહેનોએ ભાગ લીધો. નાયબ બાગાયત નિયામક કચેરી, રાજપીપળા દ્વારા આયોજિત આ તાલીમમાં ફળો અને શાકભાજીમાંથી ટામેટા કેચઅપ, પપૈયાની ટૂટી-ફ્રૂટી, કોપરાના લાડુ અને જામુન શરબત જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાની વ્યવહારુ પદ્ધતિ શીખવવામાં આવી. દરેક લાભાર્થીને રૂ. 500 સ્ટાઈપેન્ડ મળશે.
ટાવલ ગામે મહિલાઓ માટે કેનિંગ તાલીમ
દેડિયાપાડા મહાબળેશ્વર મહાદેવ મંદિરમાં શીતળા સાતમની ઉજવણી
દેડિયાપાડા ખાતે આવેલા મહાબળેશ્વર મહાદેવના પ્રાંગણમાં પરમ પૂજ્ય સુરેશ મહારાજ દ્વારા શ્રાવણ સુદ સાતમ શિતળા સાતમ નિમિત્તે બહેનો દ્વારા શિતળા માતાજીની માટીની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી હતી. શિતળા માતાજીને નાળિયેર અક્ષત અબીલ ગુલાલ કંકુ અને અન્ય પૂજાની સામગ્રી દા્વર પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનો એ શિતળા માતાજી પાસે કુટુંબ પરિવાર ઉપર તંદુરસ્તી સારી રહે દુઃખ, દર્દ દૂર થાય એવી પ્રાર્થના કરી હતી.
દેડિયાપાડા મહાબળેશ્વર મહાદેવ મંદિરમાં શીતળા સાતમની ઉજવણી
ભરુચના વાલિયા મહિલા કોલેજમાં વારલી આર્ટ પર માર્ગદર્શન કાર્યક્રમ
વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજમાં ST/SC સેલ, અર્થશાસ્ત્ર્ર વિભાગ અને વિમેન્સ સેલ દ્વારા સ્ટુડન્ટ મેન્ટરશીપ કાર્યક્રમ યોજાયો. અર્થશાસ્ત્ર્ર વિભાગની વિદ્યાર્થીની સ્નેહા વસાવાએ વારલી આર્ટમાં પોતાની પ્રતિભા દર્શાવી. તેમણે પોતાની કલાત્મક યાત્રા, વિવિધ પેઇન્ટિંગ્સ અને ચંદ્રયાન આધારિત કૃતિ વિશે માહિતી આપી. તેમની એક કૃતિ PM Narendra Modi એ સ્વીકારી હતી અને ચંદ્રયાન આધારિત કૃતિને પેટન્ટ મળ્યું. સ્નેહાએ વારલી કળાને ઉપયોગી વસ્તુઓ સાથે જોડી કૌશલ્ય વિકાસ અને આવક વૃદ્ધિ અંગે માર્ગદર્શન આપ્યું.
ભરુચના વાલિયા મહિલા કોલેજમાં વારલી આર્ટ પર માર્ગદર્શન કાર્યક્રમ
તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા
ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા "એક દેશ, એક ધ્વજ, એક ગૌરવ" ના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. આ યાત્રા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિરથી નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફરી, જેમાં અધિકારીઓ, કર્મચારીઓ, ભાજપના આગેવાનો, શાળાઓના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા. દેશભક્તિના નારા, રાષ્ટ્રીય એકતાનો સંદેશ અને "ભારત માતા કી જય" ના ગગનભેદી જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બન્યું.
તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા
Narmada: રાજપીપળા ખાતે શીતળા સાતમની ઉજવણી
રાજપીપળા : રાજપીપળા સ્થિત પૌરાણિક શીતળા માતા મંદિર ખાતે શીતળા સાતમના મેળામાં શ્રાદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા. માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણમાં માતાજી પ્રત્યેનો પ્રેમ, ભક્તિ અને માતાજી પ્રત્યેની અખૂટ શ્રાદ્ધા અને લાગણી જોવા મળી હતી.
Narmada: રાજપીપળા ખાતે શીતળા સાતમની ઉજવણી
અંકલેશ્વરમાં શીતળા માતાનું પરંપરાગત રીતે પૂજન
પવિત્ર શ્રાવણ માસમાં શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં ભાવથી મનાવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખી, ઠંડા પાણીથી સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી ઘીનો દીવો કરી પૂજા-અર્ચના કરે છે. પરિવારના સ્વાસ્થ્ય માટે કામના સાથે ઠંડુ ભોજન આરોગવામાં આવે છે. અંકલેશ્વરમાં ભડકોદ્રાના રામજી મંદિર, મહાદેવ મંદિર, જલારામ મંદિર પરિસર અને રામકુંડ પરિસરમાં મહિલાઓએ શીતળા માતાની પૂજા કરી ધન્યતા અનુભવી.
અંકલેશ્વરમાં શીતળા માતાનું પરંપરાગત રીતે પૂજન
ભરૂચ જિલ્લામાં શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચ જિલ્લામાં શીતળા સાતમની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ મહિલાઓ શીતળા માતાજીના મંદિરે દર્શન અને પૂજન માટે પહોંચી હતી. પરંપરા મુજબ ઠંડુ ભોજન આરોગવા માટે મહિલાઓએ એક દિવસ અગાઉથી જ થેપલા, વડા, કઢી, ભાત, પૂરી, રોટલી, ભાખરી, મીઠાઈ જેવી વિવિધ વાનગીઓ બનાવી તૈયાર કરી હતી. ગેસના ચૂલા અને સ્ટવનું પણ પૂજન કરી તેને ઠંડા પાડી દેવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
ભાવનગરમાં માનસિક સ્વાસ્થ્ય સેમિનારમાં તજજ્ઞોએ આપ્યા મહત્વપૂર્ણ સૂચનો
આજના ઝડપી જીવનમાં યુવાનો અનેક માનસિક દબાણનો સામનો કરે છે. "સ્નેહીજન" વિષય પર આયોજિત માનસિક સ્વાસ્થ્ય સેમિનારમાં, નિષ્ણાતોએ સમસ્યાઓને અંદર દબાવી ન રાખવા, સકારાત્મક વિચારસરણી કેળવવા અને જરૂર પડ્યે નિષ્ણાતની સલાહ લેવા પર ભાર મૂક્યો. ડૉ. રાજેશ્રીબેન બોસમિયાએ વિદ્યાર્થિનીઓને તેમના વિચારો અને લાગણીઓને સમજવા તથા જીવનમાં સંતુલન જાળવવા ઉપયોગી સૂચનો આપ્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો હતો, જેમાં 300 થી વધુ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો.
ભાવનગરમાં માનસિક સ્વાસ્થ્ય સેમિનારમાં તજજ્ઞોએ આપ્યા મહત્વપૂર્ણ સૂચનો
તાજપુરીમાં બાળકને અજાણ્યા જાનવરે બચકું ભર્યું
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના તાજપુરી ગામે એક વિચિત્ર ઘટના બની છે. એક વર્ષીય રુદ્ર રાત્રે સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા જાનવરે તેના ડાબા હાથે બચકું ભર્યું. બાળકના હાથમાંથી લોહી નીકળતા અને સોજો આવતા પરિવાર ગભરાઈ ગયો. માતા-પિતાને ઉંદર કે ઝેરી સાપ કરડ્યો તે સ્પષ્ટ થયું નહોતું. તાત્કાલિક બાળકની મોરવા હડફ PHC અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ. તબીબોના જણાવ્યા મુજબ, બાળકને કોઈ ઝેરી જાનવર કરડ્યું નથી અને તેની સ્થિતિ સ્થિર છે.
તાજપુરીમાં બાળકને અજાણ્યા જાનવરે બચકું ભર્યું
કડીયાદરામાં 167 મહિલાઓએ સર્વાઇકલ કેન્સર અને મેમોગ્રાફી તપાસ કરાવી
ગુજરાતમાં કેન્સરના વધતા કેસો અને સારવારના ભારે ખર્ચને ધ્યાનમાં રાખીને, 42 ગોળ આંજણા પાટીદાર સમાજે ગુજરાત રાજ્ય કેન્સર નિદાન સિવિલ હોસ્પિટલના સહયોગથી કડિયાદરા ખાતે એક સઘન આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કર્યું. આ શિબિરમાં મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર, મેમોગ્રાફી (બ્રેસ્ટ કેન્સર) અને મોઢાના કેન્સર જેવી મહત્વપૂર્ણ તપાસ ફક્ત ₹1,000ના નજીવા દરે ઉપલબ્ધ કરાવાઈ, જે સામાન્ય રીતે ₹6,000 જેટલી મોંઘી હોય છે. પ્રથમ દિવસે 167 મહિલાઓની તપાસ થઈ, જેમાં 136 સર્વાઇકલ કેન્સર, 17 મેમોગ્રાફી અને 14 મોઢાના કેન્સરની તપાસનો સમાવેશ થાય છે.
કડીયાદરામાં 167 મહિલાઓએ સર્વાઇકલ કેન્સર અને મેમોગ્રાફી તપાસ કરાવી
મોડાસા ખેતીવાડી વિભાગના જર્જરિત મકાનમાં અસામાજિક તત્વોનો અડિંગો
મોડાસાના માલપુર રોડ પર ફોરમ સ્વર્ણિમ રેસિડેન્સી નજીક વર્ષો જૂનું ખેતીવાડી વિભાગનું સરકારી મકાન જર્જરિત હાલતમાં છે. આ વિસ્તારમાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓની સતત અવરજવર રહેતી હોવાથી, આ અવાવરું મકાન સુરક્ષા માટે ગંભીર પ્રશ્ન બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને વિદેશી દારૂ-બીયરની બોટલો પણ મળી આવી છે. ભૂતકાળમાં મહિલાઓના સોનાના દોરા તૂટવાની ઘટનાઓ બની હોવાથી, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભયનો માહોલ છે. આથી, સોસાયટીની મહિલાઓએ કલેક્ટર, નગરપાલિકા, પોલીસ સ્ટેશન અને ખેતીવાડી વિભાગીય કચેરીમાં લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
મોડાસા ખેતીવાડી વિભાગના જર્જરિત મકાનમાં અસામાજિક તત્વોનો અડિંગો
રાધનપુરમાં ગેરકાયદેસર દબાણ હટાવવા મામલે ભારે હોબાળો
રાધનપુર બસ સ્ટેન્ડ નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની નગરપાલિકાની ઝુંબેશ દરમિયાન ભારે બબાલ સર્જાઈ હતી. જ્યારે પાલિકાની ટીમ કેબિનો હટાવી રહી હતી, ત્યારે એક મહિલા અને તેના પુત્રએ કામગીરીમાં અડચણ ઊભી કરી. મહિલાના વિરોધ છતાં કર્મચારીઓએ કામગીરી ચાલુ રાખતાં મામલો બિચક્યો. કામગીરી રોકવાના પ્રયાસરૂપે મહિલાના પુત્રએ સ્થળ પર જ ફિનાઈલ પી લીધું. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાંથી વધુ સારવાર માટે ધારપુર રિફર કરાયો. આ ઘટના બાદ લોકોનું ટોળું એકત્ર થયું. પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
રાધનપુરમાં ગેરકાયદેસર દબાણ હટાવવા મામલે ભારે હોબાળો
પાંચ વર્ષ પહેલાં બનેલા પોલીસ આઉટપોસ્ટ મથકો હાલ ધૂળ ખાય છે
રાજ્ય સરકારે ગ્રામજનોની સુવિધા માટે પાંચ વર્ષ પહેલાં મહેસાણાના સામેત્રા, પીલુદરા અને ખરોડ ગામમાં આઉટપોસ્ટ પોલીસ મથકો શરૂ કર્યા હતા. આ નવીન મકાનોનું ઉદ્ઘાટન ૨૦૨૦માં થયું હતું, પરંતુ ત્યારથી તે બંધ હાલતમાં છે. ગ્રામજનોને પોલીસ કામગીરી માટે તાલુકા મથક સુધી જવું પડે છે. દરેક આઉટપોસ્ટમાં ૮ થી ૧૦ ગામોનો સમાવેશ થાય છે. આગેવાનોએ પણ આ મથકો શરૂ કરવા રજૂઆતો કરી છે. સ્ટાફ માટે ક્વાર્ટર હોવા છતાં તેઓ ત્યાં રહેતા નથી, જેના કારણે મકાનો ખંડેર બની રહ્યા છે.
પાંચ વર્ષ પહેલાં બનેલા પોલીસ આઉટપોસ્ટ મથકો હાલ ધૂળ ખાય છે
142 દેશોના વૈષ્ણવોને જોડવા ડિજિટલ પ્લેટફોર્મ
મહેસાણાના શ્રી દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી ઉજવણી પ્રસંગે, વિશ્વના 142 દેશોમાં ફેલાયેલા વૈષ્ણવ સમાજને જોડવા એક વિશેષ વેબસાઈટ અને ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરાયું. આ પ્લેટફોર્મ દ્વારા વૈષ્ણવોને બિઝનેસ અને કાનૂની માર્ગદર્શન સહિત અનેક સુવિધાઓ મળશે, જે રોજગાર અને આર્થિક તકો ઊભી કરશે. તૃતીય પીઠાધીશ્વર ડૉ. વાગીશ કુમાર મહારાજશ્રીની ઉપસ્થિતિમાં, મંદિર પરિસરમાં દ્વારવતીમંડપમ શેડ, મહિલા ગૃહઉદ્યોગ સુવિધાઓ અને નિવાસ રૂમોનું પણ લોકાર્પણ થયું.
142 દેશોના વૈષ્ણવોને જોડવા ડિજિટલ પ્લેટફોર્મ
દિયોદર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટરની જગ્યા એક વર્ષથી ખાલી
દિયોદર તાલુકા મથકની પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક વર્ષથી પોસ્ટ માસ્ટરની જગ્યા ખાલી છે, જેના કારણે 66 ગામોની 22 બ્રાન્ચ પોસ્ટ ઓફિસના ગ્રાહકો તેમજ શહેરના મોટી સંખ્યામાં નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે. પોસ્ટ માસ્ટર ન હોવાથી ફરજ પરના પોસ્ટલ આસિસ્ટન્ટ ક્લાર્ક પર કામનું ભારણ વધ્યું છે, જેના પરિણામે ગ્રાહકોના કાર્યો સમયસર પૂર્ણ થતા નથી. ખાસ કરીને વિધવા બહેનો અને ખાતેદાર ગ્રાહકોને લાંબી લાઇનમાં ઊભા રહીને કામ કરાવવું પડે છે. વહીવટી તંત્રે તાત્કાલિક આ જગ્યા ભરવાની જરૂર છે.
દિયોદર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટરની જગ્યા એક વર્ષથી ખાલી
પાટણમાં પરિવારોત્સવ: તૂટેલા સંબંધોનું પુનઃમિલન, દેરાણી-જેઠાણી અને માતા-પિતા-સંતાનો ભાવુક થયા
આધુનિક યુગમાં વિખેરાઈ રહેલા પરિવારોને ફરીથી એક કરવાના ઉમદા હેતુથી પાટણમાં હેરીટેજ ગ્રુપ દ્વારા પ્રથમવાર 'પરિવારોત્સવ'નું આયોજન કરાયું. જાણીતા ટ્રાન્સફોર્મેશન સ્પીકર મનીષ વઘાસિયાએ ૩ કલાકના પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા સંબંધોનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમની સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે વર્ષોથી મનદુઃખ ધરાવતા ભાઈ-ભાઈ, દેરાણી-જેઠાણી અને માતા-પિતા-સંતાનો વચ્ચે સમાધાન કરાવી સ્ટેજ પર ભેટી પડાવ્યા. આ દ્રશ્ય જોઈ ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી, જ્યાં અનેક સંબંધોને નવું જીવન મળ્યું.
પાટણમાં પરિવારોત્સવ: તૂટેલા સંબંધોનું પુનઃમિલન, દેરાણી-જેઠાણી અને માતા-પિતા-સંતાનો ભાવુક થયા
મોરબીમાં 60 હેક્ટરમાં 1.50 લાખ વૃક્ષો વાવી હરિયાળી અભિયાનનો પ્રારંભ
મોરબી જિલ્લામાં હરિયાળી વધારવા વન વિભાગ દ્વારા 60 હેક્ટર પડતર જમીનમાં અંદાજે 1.50 લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં 77મા વન મહોત્સવની ઉજવણી કરાઈ, જ્યાં પર્યાવરણ જાળવણી અને લોકભાગીદારી વધારવા અપીલ કરાઈ. મિયાવાકી પદ્ધતિથી ઘન જંગલ અને 'અર્બન વનકવચ' દ્વારા શહેરોમાં હરિયાળી વધારવાનું આયોજન છે. જિલ્લાની નર્સરીઓમાં 9.54 લાખ રોપાઓનો ઉછેર કરાયો છે.
મોરબીમાં 60 હેક્ટરમાં 1.50 લાખ વૃક્ષો વાવી હરિયાળી અભિયાનનો પ્રારંભ
ફ્લિન્ટ ગ્રૂપ દ્વારા GMERS ગોત્રી હૉસ્પિટલને ₹1 કરોડની નવી ગ્રાન્ટ, પેડિયાટ્રિક પ્લે એરિયાનું નવીનીકરણ થશે
ફ્લિન્ટ ગ્રૂપ દ્વારા GMERS ગોત્રી હૉસ્પિટલમાં CSR હેઠળ 2019 થી 2025 સુધીમાં ₹3 કરોડના આધુનિક તબીબી સાધનો દાનમાં અપાયા હતા. તેનું બુધવારે ઇન્સ્પેક્શન કરાયું, જે બાદ વધુ ₹1 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટ દ્વારા આર્થ્રોસ્કોપ, ન્યુરો સ્પાઈન એન્ડોસ્કોપ અપાશે અને પેડિયાટ્રિક વિભાગના બાળકોના પ્લે એરિયાનું નવીનીકરણ થશે. આ સાધનોને કારણે રેડિયોલોજીમાં સમય ઘટ્યો છે અને સર્જરી તથા ICUમાં દર્દીઓની મોનિટરિંગ સુધરી છે. કંપનીના CEO અને પ્રેસિડન્ટ હાઈનર ક્લોકર્સના નેતૃત્વ હેઠળ આ સહાય મળી છે.
ફ્લિન્ટ ગ્રૂપ દ્વારા GMERS ગોત્રી હૉસ્પિટલને ₹1 કરોડની નવી ગ્રાન્ટ, પેડિયાટ્રિક પ્લે એરિયાનું નવીનીકરણ થશે
વલસાડમાં રેસ્ટોરન્ટ પર ફુડ વિભાગના દરોડા, ગંદકી મળતાં 1નું લાયસન્સ સસ્પેન્ડ
વલસાડ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટલ અને રેસ્ટોરન્ટોમાં ફૂડ સપ્લાય અને સ્વચ્છતા અંગે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, સબજીવાલા હોટલમાં ગંદકી અને અસ્વચ્છતા મળી આવતાં તેનું લાયસન્સ સ્થગિત કરાયું. રામદેવ રેસ્ટોરન્ટ અને ચટુરા વેન્ટરને પણ અસ્વચ્છતા માટે સુધારાની નોટિસ અપાઇ છે. રેસ્ટોરન્ટ સંચાલકો જરૂરી રિપોર્ટ્સ રજૂ કરી શક્યા ન હતા. તહેવારોને ધ્યાનમાં રાખી ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી મળે તે માટે આ કાર્યવાહી કરાઈ હતી.