લિફ્ટમાં કૂતરો બન્યો યમદૂત: બાળકીઓ પર કર્યો હુમલો
લિફ્ટમાં કૂતરો બન્યો યમદૂત: બાળકીઓ પર કર્યો હુમલો
Published on: 19th July, 2026

મુંબઈના મલાડ સ્થિત 'શેઠ આઈરીન ટાવર'માં લિફ્ટમાં એક પાલતુ કૂતરો અચાનક આક્રમક બન્યો અને ત્રણ બાળકીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે મઝલ પહેરેલો કૂતરો બાળકીઓ તરફ તરાપ મારતો હતો. બે બાળકીઓ ભાગવામાં સફળ રહી, જ્યારે ત્રીજી ફસાઈ ગઈ. માલકણના પ્રયાસો છતાં કૂતરો બેકાબૂ રહ્યો. લિફ્ટ ખુલતાં જ બાળકી ભાગી, કૂતરાએ પીછો કર્યો પણ માલકણે રોક્યો. કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને કોઈને ઈજા થઈ નથી, પરંતુ રહીશોમાં ચિંતા વ્યાપી છે.