આધાર પોર્ટલની સમસ્યા: નોંધણી અને સુધારા પર અસર
આધાર પોર્ટલની સમસ્યા: નોંધણી અને સુધારા પર અસર
Published on: 19th July, 2026

આધાર ઓથોરિટી દ્વારા નવું યુનિવર્સલ ક્લાયન્ટ પોર્ટલ અમલમાં મુક્યા બાદ ટેકનિકલ ખામીઓને કારણે આધાર નોંધણી અને સુધારાની પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યભરના આધાર કેન્દ્રોમાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવા પોર્ટલમાં સર્વર ડાઉન થવા, સિસ્ટમ હેંગ થવા અને OTPની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જેના કારણે રોજ માત્ર ૧૦-૧૨ અરજદારોનું જ કામ થઈ રહ્યું છે. આનાથી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, મજૂરો અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ પર સીધી અસર પડી રહી છે.