G7 સમિટમાં મોદી-ટ્રમ્પ દ્વિપક્ષીય વાર્તા: વેપાર, ટેકનોલોજી અને સુરક્ષા પર ફોકસ
G7 સમિટમાં મોદી-ટ્રમ્પ દ્વિપક્ષીય વાર્તા: વેપાર, ટેકનોલોજી અને સુરક્ષા પર ફોકસ
Published on: 14th June, 2026

ફ્રાન્સમાં G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 17 જૂને મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ મુલાકાતમાં દ્વિપક્ષીય વેપાર, રોકાણ, આધુનિક ટેકનોલોજી, સંરક્ષણ સહયોગ, અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થશે. વૈશ્વિક પડકારો વચ્ચે આ બેઠક બંને દેશોના સંબંધો માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. ટ્રમ્પ G7 દરમિયાન આર્થિક વિકાસ, સપ્લાય ચેઈન, અને AI જેવા મુદ્દાઓ પર પણ અન્ય નેતાઓ સાથે ચર્ચા કરશે.