મુંબઈના અંધેરી-ઘાટકોપર વચ્ચે ટૂંકા અંતર માટે મેટ્રો ફેરી શરૂ થશે
મુંબઈના અંધેરી-ઘાટકોપર વચ્ચે ટૂંકા અંતર માટે મેટ્રો ફેરી શરૂ થશે
Published on: 09th July, 2026

મુંબઈ મેટ્રો-1ના વર્સોવા-અંધેરી-ઘાટકોપર રૂટ પર હવે અંધેરી અને ઘાટકોપર વચ્ચે ટૂંકા અંતર માટે (મિકસ્ડ લૂપ) મેટ્રો ફેરી ચલાવવામાં આવશે. ગિરદીના સમયે આ સુવિધાથી દરરોજ 20 હજાર વધુ પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતા વધશે, જેનાથી પ્રવાસીઓને રાહત મળશે. મેટ્રો-1 રૂટ પર દરરોજ 5 લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે, ખાસ કરીને ઓફિસના સમયમાં ભારે ગિરદી જોવા મળે છે. ચોમાસામાં વધતી ગિરદીને પહોંચી વળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.