બનાસકાંઠામાં પ્રભારી સચિવ મોના ખંધારની વિકસિત ગુજરાત@2047 અંતર્ગત વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક.
બનાસકાંઠામાં પ્રભારી સચિવ મોના ખંધારની વિકસિત ગુજરાત@2047 અંતર્ગત વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક.
Published on: 01st January, 2026

બનાસકાંઠામાં 'વિકસિત બનાસકાંઠા @2047 - વિકસિત ગુજરાત@2047' થીમ હેઠળ મોના ખંધારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ. જિલ્લાના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ જેવા ક્ષેત્રોના વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ. મોના ખંધારે વિકાસ કાર્યોને ગતિ આપવા અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૂચનાઓ આપી. કલેકટર મિહિર પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.