લુણાવાડાનો પાનમ નદી પરનો જર્જરિત પુલ
લુણાવાડાનો પાનમ નદી પરનો જર્જરિત પુલ
Published on: 28th July, 2026

મહીસાગર અને પંચમહાલ જિલ્લાને જોડતો, પાનમ નદી પર આવેલો પુલ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ પુલ સ્થાનિકો માટે શોર્ટકટ હોવા છતાં, તંત્રની બેદરકારીને કારણે સમારકામ થયું નથી. ચોમાસામાં પાણી વધવાથી રસ્તો બંધ થાય છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. રોજગારી, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ માટે લાંબો ફેરો કરવો પડે છે. ગ્રામજનોએ નવા હાઈલેવલ બ્રિજની તાત્કાલિક માંગ કરી છે, જેથી બંને જિલ્લા વચ્ચેનો સંપર્ક સુધરે અને સમય-ઈંધણની બચત થાય.