ખેડાના કપડવંજ પંથકમાં બે દિવસમાં આઠ ઈંચ વરસાદ
ખેડાના કપડવંજ પંથકમાં બે દિવસમાં આઠ ઈંચ વરસાદ
Published on: 03rd August, 2026

કપડવંજ પંથકમાં છેલ્લા બે દિવસમાં આશરે આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ચાલુ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ લગભગ 25 ઈંચ થયો છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છે કારણ કે ખેતી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું, પરંતુ રોજિંદી કામગીરી પર ખાસ અસર થઈ ન હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ વરસાદ બાદ તે ઉતરી ગયા હતા.