વિઝા મુદ્દે અમેરિકાની ટિપ્પણીઓ પર ભારતનો જવાબ
વિઝા મુદ્દે અમેરિકાની ટિપ્પણીઓ પર ભારતનો જવાબ
Published on: 09th October, 2026

અમેરિકી શ્રમ વિભાગના PERM પ્રોગ્રામ અંગેના નિર્ણય પર ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સત્તાવાર નિવેદન આપ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે PERM એ H-1B વીઝાથી અલગ છે અને PERM અરજીઓ સ્થગિત થવાથી H-1B વીઝા ધારકો પર સીધી અસર નહીં થાય, પરંતુ ગ્રીન કાર્ડ પ્રક્રિયા પર થોડી અસર પડી શકે છે. વિદેશ મંત્રાલયે પ્રતિભાની આપ-લે (Talent Mobility) બંને દેશોની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ ગણાવી. અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સ દ્વારા ભારતીયોને 'બંધવા મજુર' જેવા અપમાનજનક શબ્દોથી ઓળખાવવા પર MEA એ સખત વાંધો વ્યક્ત કર્યો છે, જે ઔપનિવેષિક વારસાની છાપ ધરાવે છે.