ભારતીય મૂળના નાવી પિલ્લઇને શાંતિ નોબેલ પુરસ્કાર
ભારતીય મૂળના નાવી પિલ્લઇને શાંતિ નોબેલ પુરસ્કાર
Published on: 09th October, 2026

વર્ષ 2026 માટે પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર ભારતીય મૂળના ન્યાયશાસ્ત્રી અને માનવાધિકારવાદી નાવેનેથમ "નાવી" પિલ્લઇને એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોત્સાહન, શાંતિ સ્થાપના અને માનવાધિકારોની રક્ષામાં તેમના દાયકાઓના યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન આપ્યું છે. નાવી પિલ્લઇએ યુદ્ધ અપરાધો અને માનવતા વિરોધી ગુનાઓ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ જાહેરાત સાથે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું શાંતિ નોબેલ પુરસ્કાર મેળવવાનું સપનું ફરી એકવાર અધૂરું રહ્યું છે. આ પુરસ્કાર ભારતીય મૂળના નાવી પિલ્લઇ માટે અને વિશ્વભરમાં માનવ અધિકારો માટે લડતા લોકો માટે ગૌરવની ક્ષણ છે.