વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને કારણે ગુજરાતી શાળા બંધ કરવાનો નિર્ણય
વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને કારણે ગુજરાતી શાળા બંધ કરવાનો નિર્ણય
Published on: 12th September, 2026

મુંબઈની મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને કારણે ગુજરાતી માધ્યમની શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે ૩૫૦ થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓને હિન્દી માધ્યમમાં ભણાવવામાં આવશે. આ નિર્ણયથી ગુજરાતી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ જણાવ્યું કે મહાપાલિકાએ ગુજરાતી સમુદાયને વિશ્વાસમાં લેવો જોઈતો હતો. આ શાળાને ચાલુ રાખવા માટે ગુજરાતી સમાજ સંસ્થાઓ મદદ કરવા તૈયાર છે. ગયા વર્ષની સરખામણીએ મરાઠી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓમાં ૧,૧૪૬નો વધારો થયો છે.