FASTag સાથે જોડાયેલો મોટો નિયમ બદલાયો
FASTag સાથે જોડાયેલો મોટો નિયમ બદલાયો
Published on: 11th September, 2026

FASTag OneTag Facility Launched: હવે ફાસ્ટેગ યૂઝર્સ વાહન પર લગાવેલું સ્ટીકર બદલ્યા વિના પોતાની બેંક બદલી શકશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 'વનટેગ' (OneTag) સુવિધા લોન્ચ કરી છે. આ સુવિધા હેઠળ યૂઝર પોતાના વર્તમાન ફાસ્ટેગ બીજી બેંકમાં ટ્રાન્સફર (Port) કરી શકશે. આ પ્રક્રિયામાં ફાસ્ટેગ, ટેગ આઈડી અને વાહન રજીસ્ટ્રેશન નંબર સમાન જ રહેશે. વનટેગ સુવિધાને ઈન્ડિયન હાઈવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. રાજમાર્ગ યાત્રા એપ દ્વારા મળશે સુવિધા.