ગૌતમ ગંભીરના લાડકવાયા ખેલાડીએ શ્રીલંકા સામે ફટકારી સેન્ચુરી!
ગૌતમ ગંભીરના લાડકવાયા ખેલાડીએ શ્રીલંકા સામે ફટકારી સેન્ચુરી!
Published on: 25th June, 2026

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે વિશ્વાસ મૂકેલા સાઈ સુદર્શને ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરી છે. IPL 2026માં 722 રન ફટકાર્યા બાદ તેણે શ્રીલંકા A સામેની પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટમાં માત્ર 130 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. આ ઇનિંગ સાથે તેણે ભારતીય ટેસ્ટ ટીમમાં નંબર-3 માટે પોતાનો દાવો વધુ મજબૂત બનાવ્યો છે. પ્રથમ દિવસના અંત સુધી ભારતે 3 વિકેટે 188 રન બનાવ્યા હતા, જેમાં સાઈ સુદર્શન અણનમ રહ્યો હતો.