ગાંધીનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની 850 કિલોની 20 ફૂટ ઊંચી પ્રતિમાનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થયુ.
ગાંધીનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની 850 કિલોની 20 ફૂટ ઊંચી પ્રતિમાનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થયુ.
Published on: 17th February, 2026

ગાંધીનગરમાં મહારાષ્ટ્ર સમાજ દ્વારા નિર્મિત છત્રપતિ શિવાજી મહારાજની 20 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ અમિત શાહના હસ્તે થયું. આ પ્રતિમા ગુજરાતની સૌથી મોટી પ્રતિમા છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્ર સમાજ ગાંધીનગરની સ્થાપના 11 ઓક્ટોબર 1979ના રોજ થઈ હતી, જે મરાઠી ભાષી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રતિમા ગુજરાત અને મહારાષ્ટ્રના સમન્વયનું પ્રતીક છે.