મુંબઈના બીકેસી સ્થિત એમસીએ ક્લબનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
મુંબઈના બીકેસી સ્થિત એમસીએ ક્લબનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
Published on: 23rd August, 2026

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનને કારણે મુંબઈના બીકેસી સ્થિત મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ક્લબનું ફૂડ બિઝનેસ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ એમસીએની તમામ રેસ્ટોરાં અને ખાદ્ય-પીણાં સંબંધિત સેવાઓ આગામી સૂચના સુધી બંધ રહેશે. રમતગમતની પ્રવૃત્તિઓ પર કોઈ અસર થશે નહીં. એફડીએની આ ઝુંબેશ હેઠળ અગાઉ પણ બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ, ખાર જીમખાના, સ્ટેટસ રેસ્ટોરન્ટ અને મેકડોનાલ્ડ્સ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.