પોરબંદરમાં જર્જરિત આવાસો ડેન્જર ઝોન બન્યા
પોરબંદરમાં જર્જરિત આવાસો ડેન્જર ઝોન બન્યા
Published on: 05th August, 2026

પોરબંદરમાં કે.કે.નગર આવાસ યોજનામાં જર્જરિત મકાનની છત ધસી પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્લોક નંબર 12 માં બનેલી આ ઘટનામાં સદનસીબે બે બાળકોનો આબાદ બચાવ થયો છે. આ આવાસોની બિસ્માર હાલત અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતાં મનપા દ્વારા સમારકામ ન કરાતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લોકો આરોપ લગાવી રહ્યા છે કે તંત્ર મોટી દુર્ઘટના અને જાનહાનિની રાહ જોઈ રહ્યું છે.