ચાર્ટર્ડ પ્લેન નિયમો કડક: મેન્ટેનન્સ હિસ્ટ્રી અને વિમાનની ઉંમર જણાવવી પડશે, હવે માત્ર પાયલોટ જ જવાબદાર નહીં.
ચાર્ટર્ડ પ્લેન નિયમો કડક: મેન્ટેનન્સ હિસ્ટ્રી અને વિમાનની ઉંમર જણાવવી પડશે, હવે માત્ર પાયલોટ જ જવાબદાર નહીં.
Published on: 25th February, 2026

DGCAએ ચાર્ટર્ડ પ્લેન માટે નિયમો કડક કર્યા છે. ઓપરેટરોએ પ્લેનની મેન્ટેનન્સ હિસ્ટ્રી અને ઉંમર વેબસાઇટ પર જાહેર કરવી પડશે. આ નિર્ણય ઝારખંડમાં પ્લેન ક્રેશ થયા બાદ લેવાયો. સેફ્ટી રેકોર્ડના આધારે ઓપરેટરોને રેન્ક અપાશે. DGCA આ રેન્કિંગ વેબસાઇટ પર મૂકશે. નોન-શેડ્યુલ્ડ ઓપરેટર દ્વારા સંચાલિત બે પ્લેન ક્રેશ થયા બાદ આ નિર્ણય લેવાયો છે. આ એરલાઇન નિયમિત ફ્લાઈટ ચલાવતી નથી, પરંતુ જરૂરિયાત મુજબ ઉડાન ભરે છે.