CJP આંદોલન: દિલ્હી પોલીસ એક્શનમાં, Facebook, Instagram, X, YouTubeને ફટકારી નોટિસ
દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને ઉપદ્રવ અંગે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભ્રામક માહિતી ફેલાવવા બદલ Facebook, Instagram, YouTube અને X ને નોટિસ પાઠવી છે. દિલ્હી પોલીસ અનુસાર, CJP આંદોલન દરમિયાન આ પ્લેટફોર્મ્સ પર હજારોની સંખ્યામાં ખોટી પોસ્ટ્સ, એડિટ કરેલા ફોટા અને ડીપફેક વીડિયો અપલોડ કરાયા હતા. આ કન્ટેન્ટ દ્વારા લોકોને ભડકાવવાનો અને ખોટો નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે. પોલીસે આવા તમામ વિવાદિત હેન્ડલ્સ, પોસ્ટ્સ અને વીડિયોઝને તુરંત હટાવવાનો આદેશ આપ્યો છે.
CJP આંદોલન: દિલ્હી પોલીસ એક્શનમાં, Facebook, Instagram, X, YouTubeને ફટકારી નોટિસ
સારનાથને મળ્યો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો
દક્ષિણ કોરિયાના બુસાન ખાતે યોજાયેલી યુનેસ્કો સમિતિની બેઠકમાં વારાણસી નજીક આવેલું બૌદ્ધ સ્થળ ‘સારનાથ’ હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ યાદીમાં સામેલ થયું છે. આ સાથે ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કુલ સંખ્યા 45 થઈ ગઈ છે. સારનાથ, જ્યાં ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો, તે બૌદ્ધ ધર્મના ચાર પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે. આ સ્થળને વર્લ્ડ હેરિટેજ ટેગ મળવામાં 28 વર્ષ લાગ્યા, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને આંતરરાષ્ટ્રીય ઓળખ આપે છે.
સારનાથને મળ્યો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો
ગુજરાત બન્યું દેશનું નંબર 1 નિકાસકાર રાજ્ય!
નાણાકીય વર્ષ 2025-26માં 110 અબજ ડોલરના નિકાસ સાથે ગુજરાત દેશનું નંબર 1 નિકાસકાર રાજ્ય બની ગયું છે. આ સિદ્ધિ ભારતના કુલ 863 અબજ ડોલરના રેકોર્ડ નિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મજબૂત ઔદ્યોગિક નીતિઓ, ઉત્તમ પરિવહન માળખાકીય સુવિધાઓ અને સેમિકન્ડક્ટર જેવા નવા ક્ષેત્રોમાં રોકાણને કારણે આ સફળતા મળી છે. ગુજરાત હવે માત્ર આર્થિક કેન્દ્ર જ નહીં, પણ દેશના એક્સપોર્ટ સેક્ટરનું ગ્રોથ એન્જિન પણ બન્યું છે.
ગુજરાત બન્યું દેશનું નંબર 1 નિકાસકાર રાજ્ય!
સુરત મેયરના વોર્ડમાં સફાઈની ગંભીર બેદરકારી
સુરત મહાનગરપાલિકા સમગ્ર શહેરમાં સફાઈ અભિયાન ચલાવી રહી હોવાના દાવા વચ્ચે, મેયરના પોતાના જ વોર્ડમાં કચરાના ઢગલા, અસહ્ય દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે. મેયર એક તરફ પાલિકા કચેરીમાં બેઠકો અને ફોટો સેશનમાં વ્યસ્ત છે, જ્યારે તેમના વોર્ડના રહેવાસીઓ રોગચાળાના ભય હેઠળ જીવવા મજબૂર છે. બાળકોને મોઢે રૂમાલ બાંધીને શાળાએ જવું પડે છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
સુરત મેયરના વોર્ડમાં સફાઈની ગંભીર બેદરકારી
NEET પ્રદર્શનકારીઓ પરની FIR પાછી ખેંચશે ફડણવીસ સરકાર
NEET પેપર લીક આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બિહાર અને અસમ બાદ, હવે મહારાષ્ટ્ર સરકારે પણ વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ FIR પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. NEET પેપર લીક મામલે થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ વિવિધ રાજ્યોમાં FIR નોંધાઈ હતી. કેન્દ્ર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચે થયેલી સમજૂતીમાં એક માંગણી હતી કે, ભાજપ શાસિત રાજ્યોમાં નોંધાયેલી FIR પાછી ખેંચવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દિશામાં કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
NEET પ્રદર્શનકારીઓ પરની FIR પાછી ખેંચશે ફડણવીસ સરકાર
સાણંદ ઉમિયામાતા મંદિર ચોરી: રાજસ્થાનની ગેંગ પકડાઈ
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ઉમિયામાતા મંદિર ચોરી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ચોરી કરનાર રાજસ્થાનની શાતિર ગેંગના 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગે ગૂગલ મેપ અને સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા ચોરીનું આયોજન કર્યું હતું. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી અઢીથી ત્રણ કિલો ચાંદીનું છત્તર, 500 ગ્રામ ચાંદીની મૂર્તિ અને ગુનામાં વપરાયેલી બોલેરો ગાડી સહિત કુલ રૂ. 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે માનતા પણ રાખી હતી.
સાણંદ ઉમિયામાતા મંદિર ચોરી: રાજસ્થાનની ગેંગ પકડાઈ
પુત્રી પોલીસ સ્ટેશને પહોંચી: "મમ્મી મારા કરતાં નવા પપ્પા પર વધુ ધ્યાન આપે છે, પપ્પા મારપીટ કરે છે..."
વડોદરામાં માતાના બીજા લગ્ન બાદ પુત્રીએ નવા પિતા મારઝૂડ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કરી પોલીસ પાસે મદદ માગી હતી. પુત્રીનું કહેવું છે કે, નવા પિતા કોઈ પણ વાત જાણ્યા વગર મારપીટ કરે છે અને માતા પણ તેમનો પક્ષ લે છે. પુત્રીએ નોકરી શરૂ કરતાં પિતા તેને સ્વછંદી સમજી ઝઘડા કરતા હતા. પોલીસે પુત્રી, માતા અને પિતાનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.
પુત્રી પોલીસ સ્ટેશને પહોંચી: "મમ્મી મારા કરતાં નવા પપ્પા પર વધુ ધ્યાન આપે છે, પપ્પા મારપીટ કરે છે..."
દેશભરમાં ચોમાસું સક્રિય: 22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તરી આંતરિક ઓડિશા અને ગંગેય પશ્ચિમ બંગાળ પર બનેલું ઊંડું દબાણ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં અનેક રાજ્યોને પાર કરશે, જેના કારણે 29 જુલાઈના રોજ દેશના 22 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાનું ગંભીર એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ જેવા 5 રાજ્યોમાં વરસાદનું જોર સૌથી વધુ રહેશે.
દેશભરમાં ચોમાસું સક્રિય: 22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ
દેશભરમાં મેઘતાંડવ: ભૂસ્ખલન, પૂર, ટ્રાફિક જામ
ઉત્તરાખંડમાં અવિરત મુશળધાર વરસાદને કારણે દિલ્હી-યમુનોત્રી નેશનલ હાઇવે જોખમી બન્યો છે. હવામાન વિભાગના એલર્ટ વચ્ચે ભયાનક તસવીરો સામે આવી રહી છે. દહેરાદૂનમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થયા છે અને ગંગા નદી ચેતવણીના નિશાનથી ઉપર વહી રહી છે. ઋષિકેશમાં ત્રિવેણી ઘાટ પાણીમાં ગરકાવ થયો છે. શિમલામાં ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ચંબા જિલ્લામાં ભૂસ્ખલન હેઠળ JCB મશીન દબાયું છે. દિલ્હી અને NCR માં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે.
દેશભરમાં મેઘતાંડવ: ભૂસ્ખલન, પૂર, ટ્રાફિક જામ
ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો!
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે 27 ટકા OBC અનામત સાથે 11 વોર્ડની 44 બેઠકોનું નવું રોટેશન જાહેર કર્યું છે. નવા અનામત માળખાને કારણે ભાજપ અને કોંગ્રેસના અનેક વર્તમાન કોર્પોરેટરો તથા સિનિયર નેતાઓના ચૂંટણી સમીકરણો બદલાઈ ગયા છે. કુલ 31 બેઠકો અનામત અને 13 સામાન્ય રાખવામાં આવી છે. નવા રોટેશન બાદ પક્ષોમાં ટિકિટ અને વોર્ડને લઈને દોડધામ તથા રાજકીય ગરમાવો વધી ગયો છે.
ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો!
ત્રણ વર્ષમાં વિદેશમાં 39,000 થી વધુ ભારતીયોના મોત: સંસદમાં ખુલાસો
સંસદમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં 39,000 થી વધુ ભારતીય નાગરિકોના વિવિધ કારણોસર મોત થયા છે. જેમાં આપઘાત, કાર્યસ્થળ પર અકસ્માત અને અન્ય કારણોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોમાં આપઘાતના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. UAE, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશોમાં સૌથી વધુ ભારતીયોના મૃત્યુ નોંધાયા છે. સરકારે ભારતીય કામદારોની સુરક્ષા માટે ઘણા પગલાં લીધા છે.
ત્રણ વર્ષમાં વિદેશમાં 39,000 થી વધુ ભારતીયોના મોત: સંસદમાં ખુલાસો
CJP ચીફની ચેતવણી: "વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરશો તો ફરી મોટું આંદોલન થશે"
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CJP ના ફાઉન્ડર અભિજીત દિપકે સ્પષ્ટ કર્યું છે કે જો પોલીસ વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રાખશે, તો કોકરોચ જનતા પાર્ટી મોટા પાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરશે. તેમણે કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાનું બંધ કરે, નહીંતર CJP ઉગ્ર વિરોધ કરશે. CJP નેતા સૌરવ દાસે પણ ચેતવણી આપી કે જો સરકાર વિદ્યાર્થીઓ સાથે કરેલો વાયદો તોડશે, તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્દેશ નંબર 4 પર ચિંતા વ્યક્ત કરી, જે FIR સાથે આગળ વધવાની મંજૂરી આપે છે.
CJP ચીફની ચેતવણી: "વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરશો તો ફરી મોટું આંદોલન થશે"
બિલકિસ બાનો કેસમાં પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન સામે આવતાં જ રાહુલ-પ્રિયંકા આક્રમક
ગુજરાતના બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીના જૂના નિવેદનને લઈને કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. જોશીએ કહ્યું હતું કે, 'મને આમાં કંઈ ખોટું લાગતું નથી, કારણ કે આ એક કાયદાકીય પ્રક્રિયા છે.' આ નિવેદન સામે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'ભાજપે એક એવા વ્યક્તિને બેસાડ્યા છે જે દુષ્કર્મીઓના રક્ષક છે?' પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે, 'વડાપ્રધાને નવા શિક્ષણ મંત્રી તરીકે એવા વ્યક્તિને સત્તા પર બેસાડ્યા છે જેમણે એક ગર્ભવતી મહિલાના દુષ્કર્મીઓની મુક્તિ પર પોતાની સંમતિ આપી હતી.'
બિલકિસ બાનો કેસમાં પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન સામે આવતાં જ રાહુલ-પ્રિયંકા આક્રમક
અમદાવાદમાં કરિયાણા વેપારી પર હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો
અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગરમાં કરિયાણા વેપારી પર થયેલા જીવલેણ છરી હુમલા કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર રાજેશકુમાર મહીડાની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે ₹4 લાખની આર્થિક લેવડદેવડના વિવાદને કારણે તેણે વેપારીની હત્યા કરાવવા માટે ₹30 હજારની સોપારી આપી હતી. ડાઈંગ ડિકલેરેશન અને અન્ય પુરાવાના આધારે પોલીસે સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં કરિયાણા વેપારી પર હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો
LPG આયાત વધારવા ભારતનો માસ્ટરપ્લાન!
પશ્ચિમ એશિયા પરની LPG આયાતની નિર્ભરતા ઘટાડવા માટે, ભારત અમેરિકા પાસેથી આયાત વધારવા વિચારી રહ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, વર્ષ 2027 સુધીમાં, ભારત તેની કુલ LPG આયાતનો 25% ભાગ અમેરિકા પાસેથી મેળવવાની યોજના બનાવી રહ્યું છે. સરકારી રિફાઇનર્સ આગામી મહિનાઓમાં અમેરિકાથી LPG સપ્લાય માટે ટેન્ડર બહાર પાડી શકે છે. આ સોર્સિંગ અંગે ચર્ચા કરવા માટે ભારતીય પ્રતિનિધિમંડળ આગામી મહિને અમેરિકા જઈ શકે છે. ભારતે નજીકના ભવિષ્યમાં અમેરિકા પાસેથી ઊર્જા ખરીદી $10 અબજથી વધારીને $25 અબજ કરવાનો વાયદો કર્યો છે.
LPG આયાત વધારવા ભારતનો માસ્ટરપ્લાન!
ઈંગ્લેન્ડમાં નબળા પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચે આપ્યું રાજીનામું: રિપોર્ટ
ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ અને નેધરલેન્ડ્સના પૂર્વ ક્રિકેટર રયાન ટેન ડોશેટે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના નિરાશાજનક પ્રદર્શન બાદ તેમણે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ હવે IPL 2027માં ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કોચિંગ સ્ટાફ સાથે જોડાઈ શકે છે. તેમના રાજીનામાનો દાવો ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલમાં કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડમાં નબળા પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચે આપ્યું રાજીનામું: રિપોર્ટ
કંગનાને Gen-Z અંગે શરમજનક નિવદન કરવું પડ્યું ભારે!
ભાજપ સાંસદ કંગના રનૌતે CJP પ્રદર્શન દરમિયાન કેટલીક યુવતીઓ અને Gen-Z અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ અને CJPએ તેમના નિવેદનોની આકરી ટીકા કરી અને નેતાઓને સંયમિત ભાષાનો ઉપયોગ કરવાની સલાહ આપી. CJPના પ્રવક્તા સૌરવ દાસે પલટવાર કરતા કહ્યું કે, 'કંગનાને તેમની પાર્ટીના લોકો જ ગંભીરતાથી નથી લેતા તો અમે કેમ લઈએ? નેતાઓએ પોતાની ભાષા મર્યાદામાં રાખવી જોઈએ. તમારા કરતા અનેક ઘણા વધુ કામ Gen-Zએ આ દેશ માટે કર્યા છે અને લોકશાહીમાં ભરોસો પાછો જગાવ્યો છે.'
કંગનાને Gen-Z અંગે શરમજનક નિવદન કરવું પડ્યું ભારે!
આસામમાં પૂરની આફતથી ભારે તારાજી; PM મોદીએ બોલાવી બેઠક
રાજ્યમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી. આ ઉપરાંત, રાયજોર દળ સિવાયના તમામ ધારાસભ્યોએ પૂરપીડિતોની મદદ માટે એક મહિનાનો પગાર દાન કરવાની જાહેરાત કરી છે, જેમાં અધ્યક્ષ રણજીત કુમાર દાસ અને વિધાનસભા સચિવાલયના કર્મચારીઓ પણ સામેલ છે. ભારતીય વાયુસેના ખરાબ હવામાન વચ્ચે પણ રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય છે, અત્યાર સુધી 458 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે અને 9 ટનથી વધુ રાહત સામગ્રી પહોંચાડી છે. 631 ગામો હજુ પણ જળમગ્ન છે.
આસામમાં પૂરની આફતથી ભારે તારાજી; PM મોદીએ બોલાવી બેઠક
પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો, જેમાં ચર્ચાનો સમય 6 કલાકથી વધારી 10 કલાક કરવામાં આવ્યો. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પેપર લીકથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન પહોંચ્યાનો આરોપ લગાવી સરકાર અને શિક્ષણ નીતિની ટીકા કરી. તેમણે નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી પર ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે, "વડાપ્રધાને એવા વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે, જેમણે ગર્ભવતી રેપ પીડિતાના દોષિતોની મુક્તિ પર સંમતિ આપી હતી." આ ટિપ્પણીથી સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો, જેના પગલે ભાજપે પ્રિયંકા ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો.
પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ
અખિલેશ યાદવ: "એક પ્રધાનને હટાવી બીજાને બચાવી લીધા, 10 વર્ષમાં 20 પેપર લીક"
લોકસભામાં લોક પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, 'ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને, 'પ્રધાન'ને બચાવી લેવાયા.' યુવાનોના આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, 'ઝુકાવવાવાળો જોઈએ, તો સરકાર પણ ઝૂકે છે.' તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વચન નહીં, માત્ર જુમલા આપે છે. તેમણે કહ્યું કે, ૧૦ વર્ષમાં ૨૦ જેટલી ભરતી પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે. NTA જેવી સંસ્થાનું કામ પણ આઉટસોર્સ કરી દેવાયું છે.
અખિલેશ યાદવ: "એક પ્રધાનને હટાવી બીજાને બચાવી લીધા, 10 વર્ષમાં 20 પેપર લીક"
PM મોદીની અધ્યક્ષતામાં હાઇ-લેવલ મિટિંગ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે પ્રમુખ મંત્રાલયોના સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઈરાન-અમેરિકા સંઘર્ષના કારણે ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની રણનીતિક પ્રતિક્રિયા અંગે ચર્ચા થવાની શક્યતા છે. નાણાં અને ઉદ્યોગ મંત્રાલયો દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને આર્થિક સુધારાઓને આગળ વધારવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત જાળવી રાખવાનો અને મોટા આર્થિક નિર્ણયો તેમજ સુધારાઓને આગળ ધપાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
PM મોદીની અધ્યક્ષતામાં હાઇ-લેવલ મિટિંગ!
જિતેન્દ્ર સિંહે પેપર લીક મુદ્દે સંસદમાં UPA શાસનના કિસ્સા ગણાવ્યા
લોકસભામાં Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill-2026 રજૂ કરાયું છે. કેન્દ્રીય મંત્રી Jitendra Singh એ ચર્ચા દરમિયાન UPA શાસનમાં થયેલા રેલવે, જોઈન્ટ એન્ટ્રન્સ, AIEEE, AIIMS, PSC અને SSC જેવી અનેક પરીક્ષાઓના પેપર લીકનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જો UPA સમયના તમામ પેપર લીકના કિસ્સા જણાવવા બેસીશ તો બિલ પર ચર્ચા નહીં થઈ શકે. આ નવા સુધારામાં દોષિતો માટે સજા અને દંડમાં મોટો વધારો તેમજ 2 મહિનામાં તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ છે.
જિતેન્દ્ર સિંહે પેપર લીક મુદ્દે સંસદમાં UPA શાસનના કિસ્સા ગણાવ્યા
સીમાઓ પારની તપાસ: AI-171 દુર્ઘટનામાં વૈશ્વિક નિષ્ણાતો સામેલ
એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ જણાવ્યું કે તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. વિશ્વભરના નિષ્ણાતો આ અકસ્માતની તપાસ કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. અરજદારોએ તપાસમાં ગંભીર “વિસંગતતાઓ”નો આક્ષેપ કર્યો છે. AAIB એ ખાતરી આપી છે કે ઓક્ટોબર 2025 સુધીમાં અંતિમ રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જેમાં વૈશ્વિક નિષ્ણાતો, ફોરેન્સિક પરીક્ષણ અને સિમ્યુલેશનનો સમાવેશ થાય છે.
સીમાઓ પારની તપાસ: AI-171 દુર્ઘટનામાં વૈશ્વિક નિષ્ણાતો સામેલ
અખિલેશના પ્રહાર: 'પ્રધાનને હટાવી પ્રધાનમંત્રી ને બચાવ્યા, સ્થિતિ ઇમરજન્સી કરતાં ખરાબ'
લોકસભામાં પેપર લીક અંગે ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે NTA અને શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે સરકારની દાનત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. અખિલેશે કહ્યું કે જેઓ રામ મંદિરમાં ચોરી રોકી શક્યા નથી, તેઓ પેપર લીક કેવી રીતે રોકશે? પ્રાથમિક શાળાઓ બંધ કરવા અને NTAમાં આઉટસોર્સિંગના જોખમો પર પણ તેમણે પ્રકાશ પાડ્યો. NEET પીડિત પરિવારો માટે 1 કરોડ રૂપિયા વળતરની માંગ કરી અને વર્તમાન સ્થિતિને ઇમરજન્સી કરતાં પણ ખરાબ ગણાવી.
અખિલેશના પ્રહાર: 'પ્રધાનને હટાવી પ્રધાનમંત્રી ને બચાવ્યા, સ્થિતિ ઇમરજન્સી કરતાં ખરાબ'
ગુજસીટોકના આરોપી રામદેવ ડાંગરને હથિયાર આપનાર જસ્મીન કોઠારી ઝડપાયો
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં ફાયરિંગ કેસમાં આરોપી રામદેવ ડાંગરને ગેરકાયદે હથિયાર પૂરું પાડનાર જસ્મીન કોઠારીનો એસઓજીએ સાબરમતી જેલમાંથી કબ્જો મેળવ્યો છે. તપાસમાં સામે આવ્યું કે જસ્મીન બોટાદના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ દરમિયાન ફરાર થયો હતો. પોલીસે હથિયાર સપ્લાયની સમગ્ર કડી બહાર લાવવા માટે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
ગુજસીટોકના આરોપી રામદેવ ડાંગરને હથિયાર આપનાર જસ્મીન કોઠારી ઝડપાયો
₹1.56 કરોડના જમીન કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કરની સુરત પોલીસે કરી ધરપકડ
સુરતના ખોલવડ રિયલ એસ્ટેટ ફ્રોડ કેસમાં અમદાવાદના જાણીતા બિલ્ડર ઉમંગ ઠક્કર (પતંગ હોટેલ માલિક)ની સુરતની કામરેજ પોલીસે ધરપકડ કરી છે. 'સત્ય સંકલ્પ બિલ્ડકોન એલએલપી'ના ભાગીદારો સામે પણ ગુનો નોંધાયો છે. આરોપીઓએ અન્યને ટ્રાન્સફર થયેલ પ્લોટ વેચીને છેતરપિંડી આચરી હતી. 'સહજાનંદ નિર્વાણ' નામના વેન્ચરમાં પુષ્પકભાઈ પટેલે ₹65.59 લાખ જમા કરાવ્યા બાદ જાણવા મળ્યું કે પ્લોટ વર્ષ 2018માં જ વેચાઈ ગયો હતો. કુલ ₹1.56 કરોડની છેતરપિંડીના કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
₹1.56 કરોડના જમીન કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કરની સુરત પોલીસે કરી ધરપકડ
રીક્ષામાં હાથ ચાલાકી: રૂ.96 હજારની સોનાની બુટી ચોરી
વડોદરામાં જાહેર રિક્ષામાં મુસાફરી દરમિયાન એક મહિલાની થેલી કાપીને રૂ.96 હજારની સોનાની બુટી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જવેલર્સ પાસેથી નવી ખરીદેલી બુટી થેલીમાં રાખ્યા બાદ, અજાણી મહિલા સાથે રિક્ષામાં બેઠેલી મહિલાને ઘરે પહોંચતા ચોરીની જાણ થઈ. પોલીસે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે અજાણી મહિલાની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ જાહેર પરિવહનમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
રીક્ષામાં હાથ ચાલાકી: રૂ.96 હજારની સોનાની બુટી ચોરી
અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઈટમાંથી 35 લાખથી વધુનું સોનું ઝડપાયું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી તેના શરીરમાં છુપાવેલી 244.16 ગ્રામ (24 કેરેટ) સોનાની પેસ્ટ રિકવર કરી 35.84 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. DRI ની ગુપ્ત માહિતીના આધારે, ફ્લાઇટ નંબર FZ 437 માંથી ઉતરેલી શંકાસ્પદ મુસાફરને રોકી તપાસ કરાઈ હતી. આ સોનાની દાણચોરી પાછળના નેટવર્ક અને તેના મૂળ સ્ત્રોત શોધવા માટે કસ્ટમ્સ અને DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઈટમાંથી 35 લાખથી વધુનું સોનું ઝડપાયું
વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા આરોપી પાસેથી ફરી મોબાઇલ મળ્યો
વડોદરા મધ્યસ્થ જેલમાં ફરી એકવાર કાચા આરોપી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. નિયમિત ઝડતી દરમિયાન આરોપી હુસન કાદરમિયા સુન્નીના હાથના બાવડામાંથી સીમકાર્ડ વગરનો મોબાઇલ અને બેટરી મળી આવી હતી. જેલ પરિસરમાં મોબાઇલ રાખવા પર પ્રતિબંધ હોવાથી, આરોપી સામે પ્રિઝન એક્ટ અને જાહેરનામાના ભંગ બદલ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મોબાઇલની વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા આરોપી પાસેથી ફરી મોબાઇલ મળ્યો
આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા સલમાન ખાન
આસામમાં થયેલ ભયાનક પૂરથી 6 લાખથી વધુ લોકો બેઘર થયા છે અને 68 લોકોના મોત થયા છે. આ કપરા સમયમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને Being Human ફાઉન્ડેશન અને પોતાના ફેન ક્લબ દ્વારા પૂર પીડિતોની મદદ માટે મોટો હાથ લંબાવ્યો છે. મુંબઈથી જ આયોજિત આ રાહત અભિયાનમાં શિવસાગર અને ગુવાહાટી વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં રેડી-ટુ-ઈટ ફૂડ પેકેટ્સ, પીવાનું શુદ્ધ પાણી, મોસ્કિટો કોઈલ્સ અને સેનિટરી પેડ્સનું વિતરણ થઈ રહ્યું છે. આગામી તબક્કામાં દવાઓ અને હોસ્પિટલોના પુનઃનિર્માણનું પણ આયોજન છે.
આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા સલમાન ખાન
જામનગર BAMS પેપર લીક: અમદાવાદમાં યુથ કોંગ્રેસ, NSUIનો દેખાવો
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS પેપર લીક પ્રકરણનો વિરોધ અમદાવાદ પહોંચ્યો. NSUI અને યુથ કોંગ્રેસે ઇન્કમટેક્સ ચાર રસ્તા પર રાજ્ય સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા કાર્યકરોની અટકાયત કરી. કોંગ્રેસે શિક્ષણમંત્રી પર બેદરકારીનો આરોપ મૂક્યો અને જ્યાં સુધી તેઓ રાજીનામું નહીં આપે ત્યાં સુધી રાજ્યવ્યાપી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી.