કંગનાને Gen-Z અંગે શરમજનક નિવદન કરવું પડ્યું ભારે!
ભાજપ સાંસદ કંગના રનૌતે CJP પ્રદર્શન દરમિયાન કેટલીક યુવતીઓ અને Gen-Z અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ અને CJPએ તેમના નિવેદનોની આકરી ટીકા કરી અને નેતાઓને સંયમિત ભાષાનો ઉપયોગ કરવાની સલાહ આપી. CJPના પ્રવક્તા સૌરવ દાસે પલટવાર કરતા કહ્યું કે, 'કંગનાને તેમની પાર્ટીના લોકો જ ગંભીરતાથી નથી લેતા તો અમે કેમ લઈએ? નેતાઓએ પોતાની ભાષા મર્યાદામાં રાખવી જોઈએ. તમારા કરતા અનેક ઘણા વધુ કામ Gen-Zએ આ દેશ માટે કર્યા છે અને લોકશાહીમાં ભરોસો પાછો જગાવ્યો છે.'
કંગનાને Gen-Z અંગે શરમજનક નિવદન કરવું પડ્યું ભારે!
CJP ચીફની ચેતવણી: "વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરશો તો ફરી મોટું આંદોલન થશે"
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CJP ના ફાઉન્ડર અભિજીત દિપકે સ્પષ્ટ કર્યું છે કે જો પોલીસ વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રાખશે, તો કોકરોચ જનતા પાર્ટી મોટા પાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરશે. તેમણે કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાનું બંધ કરે, નહીંતર CJP ઉગ્ર વિરોધ કરશે. CJP નેતા સૌરવ દાસે પણ ચેતવણી આપી કે જો સરકાર વિદ્યાર્થીઓ સાથે કરેલો વાયદો તોડશે, તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્દેશ નંબર 4 પર ચિંતા વ્યક્ત કરી, જે FIR સાથે આગળ વધવાની મંજૂરી આપે છે.
CJP ચીફની ચેતવણી: "વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરશો તો ફરી મોટું આંદોલન થશે"
બિલકિસ બાનો કેસમાં પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન સામે આવતાં જ રાહુલ-પ્રિયંકા આક્રમક
ગુજરાતના બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીના જૂના નિવેદનને લઈને કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. જોશીએ કહ્યું હતું કે, 'મને આમાં કંઈ ખોટું લાગતું નથી, કારણ કે આ એક કાયદાકીય પ્રક્રિયા છે.' આ નિવેદન સામે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'ભાજપે એક એવા વ્યક્તિને બેસાડ્યા છે જે દુષ્કર્મીઓના રક્ષક છે?' પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે, 'વડાપ્રધાને નવા શિક્ષણ મંત્રી તરીકે એવા વ્યક્તિને સત્તા પર બેસાડ્યા છે જેમણે એક ગર્ભવતી મહિલાના દુષ્કર્મીઓની મુક્તિ પર પોતાની સંમતિ આપી હતી.'
બિલકિસ બાનો કેસમાં પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન સામે આવતાં જ રાહુલ-પ્રિયંકા આક્રમક
LPG આયાત વધારવા ભારતનો માસ્ટરપ્લાન!
પશ્ચિમ એશિયા પરની LPG આયાતની નિર્ભરતા ઘટાડવા માટે, ભારત અમેરિકા પાસેથી આયાત વધારવા વિચારી રહ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, વર્ષ 2027 સુધીમાં, ભારત તેની કુલ LPG આયાતનો 25% ભાગ અમેરિકા પાસેથી મેળવવાની યોજના બનાવી રહ્યું છે. સરકારી રિફાઇનર્સ આગામી મહિનાઓમાં અમેરિકાથી LPG સપ્લાય માટે ટેન્ડર બહાર પાડી શકે છે. આ સોર્સિંગ અંગે ચર્ચા કરવા માટે ભારતીય પ્રતિનિધિમંડળ આગામી મહિને અમેરિકા જઈ શકે છે. ભારતે નજીકના ભવિષ્યમાં અમેરિકા પાસેથી ઊર્જા ખરીદી $10 અબજથી વધારીને $25 અબજ કરવાનો વાયદો કર્યો છે.
LPG આયાત વધારવા ભારતનો માસ્ટરપ્લાન!
ઈંગ્લેન્ડમાં નબળા પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચે આપ્યું રાજીનામું: રિપોર્ટ
ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ અને નેધરલેન્ડ્સના પૂર્વ ક્રિકેટર રયાન ટેન ડોશેટે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના નિરાશાજનક પ્રદર્શન બાદ તેમણે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ હવે IPL 2027માં ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કોચિંગ સ્ટાફ સાથે જોડાઈ શકે છે. તેમના રાજીનામાનો દાવો ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલમાં કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડમાં નબળા પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચે આપ્યું રાજીનામું: રિપોર્ટ
આસામમાં પૂરની આફતથી ભારે તારાજી; PM મોદીએ બોલાવી બેઠક
રાજ્યમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી. આ ઉપરાંત, રાયજોર દળ સિવાયના તમામ ધારાસભ્યોએ પૂરપીડિતોની મદદ માટે એક મહિનાનો પગાર દાન કરવાની જાહેરાત કરી છે, જેમાં અધ્યક્ષ રણજીત કુમાર દાસ અને વિધાનસભા સચિવાલયના કર્મચારીઓ પણ સામેલ છે. ભારતીય વાયુસેના ખરાબ હવામાન વચ્ચે પણ રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય છે, અત્યાર સુધી 458 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે અને 9 ટનથી વધુ રાહત સામગ્રી પહોંચાડી છે. 631 ગામો હજુ પણ જળમગ્ન છે.
આસામમાં પૂરની આફતથી ભારે તારાજી; PM મોદીએ બોલાવી બેઠક
પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો, જેમાં ચર્ચાનો સમય 6 કલાકથી વધારી 10 કલાક કરવામાં આવ્યો. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પેપર લીકથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન પહોંચ્યાનો આરોપ લગાવી સરકાર અને શિક્ષણ નીતિની ટીકા કરી. તેમણે નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી પર ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે, "વડાપ્રધાને એવા વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે, જેમણે ગર્ભવતી રેપ પીડિતાના દોષિતોની મુક્તિ પર સંમતિ આપી હતી." આ ટિપ્પણીથી સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો, જેના પગલે ભાજપે પ્રિયંકા ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો.
પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ
અખિલેશ યાદવ: "એક પ્રધાનને હટાવી બીજાને બચાવી લીધા, 10 વર્ષમાં 20 પેપર લીક"
લોકસભામાં લોક પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, 'ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને, 'પ્રધાન'ને બચાવી લેવાયા.' યુવાનોના આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, 'ઝુકાવવાવાળો જોઈએ, તો સરકાર પણ ઝૂકે છે.' તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વચન નહીં, માત્ર જુમલા આપે છે. તેમણે કહ્યું કે, ૧૦ વર્ષમાં ૨૦ જેટલી ભરતી પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે. NTA જેવી સંસ્થાનું કામ પણ આઉટસોર્સ કરી દેવાયું છે.
અખિલેશ યાદવ: "એક પ્રધાનને હટાવી બીજાને બચાવી લીધા, 10 વર્ષમાં 20 પેપર લીક"
PM મોદીની અધ્યક્ષતામાં હાઇ-લેવલ મિટિંગ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે પ્રમુખ મંત્રાલયોના સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઈરાન-અમેરિકા સંઘર્ષના કારણે ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની રણનીતિક પ્રતિક્રિયા અંગે ચર્ચા થવાની શક્યતા છે. નાણાં અને ઉદ્યોગ મંત્રાલયો દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને આર્થિક સુધારાઓને આગળ વધારવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત જાળવી રાખવાનો અને મોટા આર્થિક નિર્ણયો તેમજ સુધારાઓને આગળ ધપાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
PM મોદીની અધ્યક્ષતામાં હાઇ-લેવલ મિટિંગ!
જિતેન્દ્ર સિંહે પેપર લીક મુદ્દે સંસદમાં UPA શાસનના કિસ્સા ગણાવ્યા
લોકસભામાં Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill-2026 રજૂ કરાયું છે. કેન્દ્રીય મંત્રી Jitendra Singh એ ચર્ચા દરમિયાન UPA શાસનમાં થયેલા રેલવે, જોઈન્ટ એન્ટ્રન્સ, AIEEE, AIIMS, PSC અને SSC જેવી અનેક પરીક્ષાઓના પેપર લીકનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જો UPA સમયના તમામ પેપર લીકના કિસ્સા જણાવવા બેસીશ તો બિલ પર ચર્ચા નહીં થઈ શકે. આ નવા સુધારામાં દોષિતો માટે સજા અને દંડમાં મોટો વધારો તેમજ 2 મહિનામાં તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ છે.
જિતેન્દ્ર સિંહે પેપર લીક મુદ્દે સંસદમાં UPA શાસનના કિસ્સા ગણાવ્યા
સીમાઓ પારની તપાસ: AI-171 દુર્ઘટનામાં વૈશ્વિક નિષ્ણાતો સામેલ
એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ જણાવ્યું કે તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. વિશ્વભરના નિષ્ણાતો આ અકસ્માતની તપાસ કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. અરજદારોએ તપાસમાં ગંભીર “વિસંગતતાઓ”નો આક્ષેપ કર્યો છે. AAIB એ ખાતરી આપી છે કે ઓક્ટોબર 2025 સુધીમાં અંતિમ રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જેમાં વૈશ્વિક નિષ્ણાતો, ફોરેન્સિક પરીક્ષણ અને સિમ્યુલેશનનો સમાવેશ થાય છે.
સીમાઓ પારની તપાસ: AI-171 દુર્ઘટનામાં વૈશ્વિક નિષ્ણાતો સામેલ
અખિલેશના પ્રહાર: 'પ્રધાનને હટાવી પ્રધાનમંત્રી ને બચાવ્યા, સ્થિતિ ઇમરજન્સી કરતાં ખરાબ'
લોકસભામાં પેપર લીક અંગે ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે NTA અને શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે સરકારની દાનત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. અખિલેશે કહ્યું કે જેઓ રામ મંદિરમાં ચોરી રોકી શક્યા નથી, તેઓ પેપર લીક કેવી રીતે રોકશે? પ્રાથમિક શાળાઓ બંધ કરવા અને NTAમાં આઉટસોર્સિંગના જોખમો પર પણ તેમણે પ્રકાશ પાડ્યો. NEET પીડિત પરિવારો માટે 1 કરોડ રૂપિયા વળતરની માંગ કરી અને વર્તમાન સ્થિતિને ઇમરજન્સી કરતાં પણ ખરાબ ગણાવી.
અખિલેશના પ્રહાર: 'પ્રધાનને હટાવી પ્રધાનમંત્રી ને બચાવ્યા, સ્થિતિ ઇમરજન્સી કરતાં ખરાબ'
આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા સલમાન ખાન
આસામમાં થયેલ ભયાનક પૂરથી 6 લાખથી વધુ લોકો બેઘર થયા છે અને 68 લોકોના મોત થયા છે. આ કપરા સમયમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને Being Human ફાઉન્ડેશન અને પોતાના ફેન ક્લબ દ્વારા પૂર પીડિતોની મદદ માટે મોટો હાથ લંબાવ્યો છે. મુંબઈથી જ આયોજિત આ રાહત અભિયાનમાં શિવસાગર અને ગુવાહાટી વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં રેડી-ટુ-ઈટ ફૂડ પેકેટ્સ, પીવાનું શુદ્ધ પાણી, મોસ્કિટો કોઈલ્સ અને સેનિટરી પેડ્સનું વિતરણ થઈ રહ્યું છે. આગામી તબક્કામાં દવાઓ અને હોસ્પિટલોના પુનઃનિર્માણનું પણ આયોજન છે.
આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા સલમાન ખાન
જામનગર BAMS પેપર લીક: અમદાવાદમાં યુથ કોંગ્રેસ, NSUIનો દેખાવો
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS પેપર લીક પ્રકરણનો વિરોધ અમદાવાદ પહોંચ્યો. NSUI અને યુથ કોંગ્રેસે ઇન્કમટેક્સ ચાર રસ્તા પર રાજ્ય સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા કાર્યકરોની અટકાયત કરી. કોંગ્રેસે શિક્ષણમંત્રી પર બેદરકારીનો આરોપ મૂક્યો અને જ્યાં સુધી તેઓ રાજીનામું નહીં આપે ત્યાં સુધી રાજ્યવ્યાપી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી.
જામનગર BAMS પેપર લીક: અમદાવાદમાં યુથ કોંગ્રેસ, NSUIનો દેખાવો
ભારતમાં દહીં, કોરિયામાં બંચાન!
ભારતમાં મસાલેદાર ભોજન સાથે દહીં પીરસવાની પરંપરા અને દક્ષિણ કોરિયામાં બંચાન (સાઇડ ડિશ) પીરસવાની રીત અલગ હોવા છતાં બંનેનો હેતુ ભોજનમાં સંતુલન લાવવાનો છે. ભારતમાં દહીં તીખાશ ઓછી કરી ભોજનને આરામદાયક બનાવે છે, જ્યારે કોરિયન બંચાન વિવિધ સ્વાદ અને ટેક્સચર ઉમેરે છે. બંને પરંપરાઓ તેમના દેશના હવામાન, ખેતી, ઉપલબ્ધ ખાદ્યસામગ્રી અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે તથા મસાલેદાર ભોજનને વધુ સ્વાદિષ્ટ અને સંતુલિત બનાવે છે.
ભારતમાં દહીં, કોરિયામાં બંચાન!
જે.જી. યુનિવર્સિટીમાં ATKT મુદ્દે ABVPનો દેખાવો
અમદાવાદની જે.જી. યુનિવર્સિટીમાં ATKT (બહુવિધ વિષયોમાં નાપાસ) ના મુદ્દે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ABVPનો દાવો છે કે 500થી વધુ વિદ્યાર્થીઓના પૂરક પરીક્ષા પાસ કરવા છતાં આગલા સેમેસ્ટરમાં પ્રવેશ ન મળતાં તેમનું વર્ષ બગડી રહ્યું છે. વિદ્યાર્થી નેતાઓએ અભ્યાસક્રમ રીશેડ્યુલ કરવાની અને વાઇસ ચાન્સેલરની ગેરહાજરી સામે પણ રોષ વ્યક્ત કર્યો. જોકે, યુનિવર્સિટીના રજિસ્ટ્રારે સ્પષ્ટતા કરી કે નિયમો મુજબ 4 કે તેથી ઓછી ATKT ધરાવતા વિદ્યાર્થીઓને પ્રમોટ કરાયા છે. તેમણે 500 વિદ્યાર્થીઓના દાવાને ખોટો ગણાવી, માત્ર 125 વિદ્યાર્થીઓ જ નિયમોના કારણે પ્રમોટ થયા નથી તેમ જણાવ્યું.
જે.જી. યુનિવર્સિટીમાં ATKT મુદ્દે ABVPનો દેખાવો
એક અધિકારી, એક સરકારી ગાડી: કેન્દ્ર સરકારનો સરકારી વાહન દુરુપયોગ રોકવા સખત નિર્ણય
કેન્દ્ર સરકાર સરકારી વાહનોના દુરુપયોગ અને ખર્ચ ઘટાડવા માટે 'એક અધિકારી, એક સરકારી ગાડી' નીતિ લાગુ કરી રહી છે. નાણા મંત્રાલયના નવા આદેશ મુજબ, એક કરતાં વધુ જવાબદારી સંભાળતા અધિકારીઓને વધારાની સરકારી ગાડી નહીં મળે. PSU, સ્વાયત્ત સંસ્થાઓના વાહનોના સામાન્ય ઉપયોગ પર પ્રતિબંધ રહેશે, સિવાય કે સરકારી કામ માટે જરૂરી હોય. ન વપરાતા વાહનોનો બિનજરૂરી ઉપયોગ અટકાવવા કડક સૂચના અપાઈ છે. આ નિર્ણય સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, ખર્ચમાં ઘટાડો અને પારદર્શિતા વધારવા માટે લેવાયો છે.
એક અધિકારી, એક સરકારી ગાડી: કેન્દ્ર સરકારનો સરકારી વાહન દુરુપયોગ રોકવા સખત નિર્ણય
‘આ ગટર છાપ જનરેશન, ના ભણવામાં હોંશિયાર ના ઘર સંભાળી શકે...’ કંગનાનો બફાટ
ભાજપ સાંસદ કંગના રણૌતે જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓને 'ગટર જનરેશન' કહી સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણી બાદ વિવાદ સર્જાયો છે. તેમણે આજની યુવા પેઢી, ખાસ કરીને યુવતીઓની જીવનશૈલી અને વર્તન અંગે આકરી ટીકા કરી હતી. તેમના નિવેદનોને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે વિરોધ થયો, જ્યારે કેટલાક લોકોએ સમર્થન પણ આપ્યું. કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓએ કંગનાના નિવેદનોની નિંદા કરીને તેમની ટીકા કરી.
‘આ ગટર છાપ જનરેશન, ના ભણવામાં હોંશિયાર ના ઘર સંભાળી શકે...’ કંગનાનો બફાટ
E20માં મારો કોઈ હાથ નથી!, નિતિન ગડકરીને હાઈકોર્ટથી લીલી ઝંડી
દેશમાં E20 (ઇથેનોલ બ્લેન્ડેડ) પેટ્રોલ ચર્ચા વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કડક પગલાં લીધા છે. સોશિયલ મીડિયા પર AI દ્વારા બનાવેલા ડીપફેક અને ફેક ઓનલાઈન કન્ટેન્ટમાં તેમને અને તેમના પરિવારને આ પૉલિસીથી ફાયદો થતો હોવાના ખોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. આ મામલે બોમ્બે હાઈકોર્ટે નિતિન ગડકરીને મેટા, ગૂગલ, એક્સ (X) અને અન્ય પ્લેટફોર્મ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. E20 પ્રોગ્રામ તેમના મંત્રાલય હેઠળ નથી, અને આ પગલાંનો ઉદ્દેશ્ય નકલી અને ભ્રામક સામગ્રી પર લગામ લગાવવાનો છે.
E20માં મારો કોઈ હાથ નથી!, નિતિન ગડકરીને હાઈકોર્ટથી લીલી ઝંડી
કોણ છે ટીમ ઈન્ડિયામાં સરપ્રાઈઝ એન્ટ્રી કરનાર સારાંશ જૈન?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે 15 સદસ્યીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં 33 વર્ષીય ઓલરાઉન્ડર સારાંશ જૈનની પસંદગી સૌથી ચોંકાવનારી રહી છે, જેમને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના આ ખેલાડીએ સ્થાનિક ક્રિકેટમાં લાંબા સંઘર્ષ બાદ આ તક મેળવી છે. સારાંશ જૈને 54 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 188 વિકેટ ઝડપી છે અને નીચલા ક્રમમાં ઉપયોગી બેટિંગ પણ કરે છે. વોશિંગ્ટન સુંદરની ઈજા અને સારાંશના ભારત-એ સામેના પ્રદર્શનને કારણે તેમને તક મળી છે.
કોણ છે ટીમ ઈન્ડિયામાં સરપ્રાઈઝ એન્ટ્રી કરનાર સારાંશ જૈન?
સુપ્રીમ કોર્ટ: "આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય"
કોકરોચ જનતા પાર્ટીના પેપર લીક વિરોધ પ્રદર્શન બાદ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે દેશભરમાં થયેલા વિદ્યાર્થી આંદોલનકારીઓ સામે કોઈપણ કડક કાર્યવાહી પર સ્ટે મૂક્યો છે. આ સાથે જ જેલમાં બંધ તમામ સગીર પ્રદર્શનકારીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ વિરોધ કરતા વિદ્યાર્થીઓને રક્ષણ આપ્યું છે, પરંતુ ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોને આ રાહત નહીં મળે. સરકારી વકીલે દાવો કર્યો કે આંદોલનમાં ગુનાહિત તત્વો ઘૂસી ગયા હતા. અરજદારોએ પોલીસ દ્વારા અતિશયોક્તિ અને ઘાતક હથિયારોના ઉપયોગના પુરાવા રજૂ કર્યા, જેના કારણે એક સગીરે આંખોની રોશની ગુમાવી દીધી.
સુપ્રીમ કોર્ટ: "આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય"
બિસ્માર રસ્તા, ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ: હાઇકોર્ટનો સરકારને પોલિસી રજૂ કરવા આદેશ
Gujarat High Court News: રાજ્યમાં બિસ્માર રસ્તા, ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે 3 સપ્તાહમાં પાર્કિંગ અને ટ્રાફિકની રિવાઇઝ પોલિસી રજૂ કરવાનો આદેશ કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ મામલે 18મી ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ મંગાવ્યો છે. કોર્ટે ફૂટપાથ પરના દબાણો અને ટ્રાફિક જામની સમસ્યા અંગે પણ ગંભીરતા દર્શાવી છે, જેમાં કારગિલ જંકશન જેવા સ્થળોએ યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ મુખ્ય કારણ ગણાવ્યું છે. DJ ટ્રકો દ્વારા થતાં ધ્વનિ પ્રદૂષણ પર પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
બિસ્માર રસ્તા, ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ: હાઇકોર્ટનો સરકારને પોલિસી રજૂ કરવા આદેશ
પેપર લીક બાદ હવે ઈથેનોલ મુદ્દે આક્રોશ!
પેટ્રોલના ભાવ બાદ હવે વાહનોમાં ભેળવાતા ઇથેનોલ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. કેન્દ્ર સરકાર E20 ફ્યુઅલને ભવિષ્ય ગણાવી રહી છે, પરંતુ વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટ યુનિયનો પહેલા વિકલ્પ આપવાની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે હવે મોટા આંદોલનોનું એલાન થયું છે. 31 જુલાઈએ 'ગાડી માર્ચ', 1 ઓગસ્ટે 'નેશનલ ટાઉનહોલ' અને 4 ઓગસ્ટે સંસદ માર્ચ યોજાશે. સોશિયલ મીડિયા પર પણ 'E20 જનતા પાર્ટી' દ્વારા સરકારની પોલિસી સામે જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે. સરકાર ઇથેનોલના ફાયદા ગણાવી રહી છે, જ્યારે વાહનચાલકો માઇલેજ ઘટવા અને મેન્ટેનન્સ ખર્ચ વધવાની ફરિયાદ કરી રહ્યા છે.
પેપર લીક બાદ હવે ઈથેનોલ મુદ્દે આક્રોશ!
ગુજરાતમાં ₹૨,૯૯૯ કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી
ગુજરાત સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ₹૨,૯૯૯ કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થયેલી બેઠકોમાં આ નિર્ણયો લેવાયા છે. ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજનાએ અત્યાર સુધીમાં ₹ ૧,૪૮,૩૩૬.૩૫ કરોડનું રોકાણ અને ૧,૬૫,૦૫૩ રોજગારીનું સર્જન કર્યું છે. હાલમાં, ૩૨ મોટા પ્રોજેક્ટ્સ માટે ₹૧,૯૭૭.૦૪ કરોડ, એક મોટા પ્રોજેક્ટ માટે ₹ ૬૪૯.૨૩ કરોડ, ૩ ટેક્સટાઈલ એકમો માટે ₹૧૬૫ કરોડ અને ૪ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્રોજેક્ટ્સ માટે ₹૩૭૧.૭૦ કરોડના રોકાણને મંજૂરી મળી છે.
ગુજરાતમાં ₹૨,૯૯૯ કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી
બેંક ઓફ બરોડાનો 1TB ડેટા લીક!
બેંક ઓફ બરોડા (BoB) હાલમાં એક મોટા સાયબર સુરક્ષા સંકટનો સામનો કરી રહી છે. એક અજ્ઞાત હેકિંગ ગ્રૂપે બેંકના ગ્રાહકો અને આંતરિક બેંકિંગ વ્યવસ્થાઓ સાથે જોડાયેલો આશરે 1TB જેટલો અત્યંત સંવેદનશીલ ડેટા ડાર્ક વેબ પર લીક કર્યો હોવાનો દાવો કર્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ બેંક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને એક વિસ્તૃત ફોરેન્સિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ડેટા બ્રીચ બેંકના એક કર્મચારીનું ઈમેલ એકાઉન્ટ હેક થવાના કારણે થયું છે.
બેંક ઓફ બરોડાનો 1TB ડેટા લીક!
ભારતમાં એકલા પ્રવાસ કરતી મહિલાઓ માટે ક્યાં રાજ્યો સુરક્ષિત?
ન્યૂયોર્કની ટ્રાન્સ મહિલા પ્રવાસી કેન્નાએ ભારતમાં એક વર્ષથી વધુ સમય સુધી એકલા પ્રવાસ કર્યા બાદ ભારતીય રાજ્યોનું સુરક્ષા રેન્કિંગ જાહેર કર્યું છે. તેના અંગત અનુભવોના આધારે, કેરળને સૌથી સુરક્ષિત રાજ્ય (નંબર ૧) તરીકે દર્શાવવામાં આવ્યું છે, જ્યાં તેણે સૌથી વધુ સુરક્ષા અને આત્મવિશ્વાસ અનુભવ્યો. કર્ણાટક (૮/૧૦) પણ ખૂબ જ પસંદ આવ્યું. તમિલનાડુ (૭/૧૦) માં એક ઘટના બાદ પણ સુરક્ષિત ગણાવ્યું. પશ્ચિમ બંગાળ અને ગોવા (૬/૧૦) ને મધ્યમ શ્રેણીમાં રાખ્યા છે, જ્યારે રાજસ્થાન (૫/૧૦), નવી દિલ્હી (૧/૧૦) અને ઉત્તર પ્રદેશ (૦/૧૦) માં સુરક્ષા ચિંતાજનક હોવાનું જણાવ્યું.
ભારતમાં એકલા પ્રવાસ કરતી મહિલાઓ માટે ક્યાં રાજ્યો સુરક્ષિત?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026’ કરી લોન્ચ
ગુજરાતના સમૃદ્ધ દરિયાઈ વારસાને વેગ આપવા અને દેશના શિપ બિલ્ડીંગ સેક્ટરને આધુનિક દિશા આપવા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ‘ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026’ લોન્ચ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેરિટાઇમ વિઝન ૨૦૪૭’ના અનુરૂપ આ નીતિ, દેશના ૨૩૪૦ કિલોમીટર લાંબા દરિયા કિનારાનો મહત્તમ ઉપયોગ કરશે. આ નીતિ હેઠળ પારદર્શક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ અને ફરિયાદ નિવારણ પ્રણાલી પણ કાર્યરત કરાશે. આનાથી ગુજરાત રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે મેરિટાઇમ હબ બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026’ કરી લોન્ચ
પોપ્યુલર બિલ્ડર ગ્રુપના સંબંધી નિલય પટેલની 5સ્ટાર હોટલમાં દુષ્કર્મ કેસમાં મુંબઈમાં ધરપકડ
મુંબઈના એરપોર્ટ વિસ્તારની એક ફાઈવસ્ટાર હોટલમાં દિલ્હીની યુવતી પર દુષ્કર્મ આચરવાના કેસમાં મુંબઈ પોલીસે અમદાવાદના બિલ્ડર અને બિઝનેસમેન નિલય પટેલની ધરપકડ કરી છે. ચર્ચાસ્પદ અને પોપ્યુલર બિલ્ડર ગ્રુપના સંબંધી નિલય પટેલ, જે ઈઝી-પે એપ ફાઉન્ડર તરીકે પણ જાણીતો છે, હાલ એસ.જી. હાઈવે પર ઓફિસ ધરાવી બિલ્ડર તરીકે કાર્યરત છે. 23મી જુલાઈએ યુવતીએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવ્યા બાદ 24મી જુલાઈએ નિલય પટેલની ધરપકડ કરવામાં આવી. ભારતીય ન્યાય સંહિતા (BNSS) ની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી 29મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોપ્યુલર બિલ્ડર ગ્રુપના સંબંધી નિલય પટેલની 5સ્ટાર હોટલમાં દુષ્કર્મ કેસમાં મુંબઈમાં ધરપકડ
ફેસબુક પર બ્લોક થયો PM મોદીનો વીડિયો!
સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેર કરાયેલા એક વીડિયોને ફેસબુક પર ભૂલથી હટાવી દેવા બદલ સત્તાવાર રીતે માફી માંગી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ઇરાદાપૂર્વકનું પગલું નહોતું, પરંતુ એક ટેક્નિકલ ખામીને કારણે આ વીડિયો અસ્થાયી રૂપે પ્રતિબંધિત થયો હતો. મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે, "સંબંધિત કન્ટેન્ટ ભૂલથી હટાવવામાં આવ્યું હતું અને હવે તેને સફળતાપૂર્વક રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે." આ ઘટનાએ સોશિયલ મીડિયા કંપનીઓની કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ પર ફરી પ્રશ્નો ઉભા કર્યા છે.
ફેસબુક પર બ્લોક થયો PM મોદીનો વીડિયો!
9500 પ્રકાશવર્ષ દૂર અનોખો મળ્યો તારો
ભારતીય ખગોળશાસ્ત્રીઓએ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો સાથે મળીને 9500 પ્રકાશવર્ષ દૂર એક દુર્લભ બ્લૂ સ્ટ્રેગલર સ્ટાર (Blue Straggler Star – BSS) ની શોધ કરી છે, જે હાલમાં નિર્માણની પ્રક્રિયામાં છે. આ શોધ તારાઓના નિર્માણ અને વિકાસને સમજવામાં મદદરૂપ થશે. બ્લૂ સ્ટ્રેગલર સ્ટાર પોતાના તારાગુચ્છમાં અન્ય તારાઓ કરતાં વધુ ગરમ, તેજસ્વી અને વિશાળ હોય છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી આ રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે જૂના તારાઓ 'પુનર્જીવન' કેવી રીતે પામે છે.
9500 પ્રકાશવર્ષ દૂર અનોખો મળ્યો તારો
5-સ્ટાર નહીં, 3-સ્ટાર હોટેલ હતી: આંદોલન બાદ ડાન્સ પાર્ટી અંગે કોકરોચ જનતા પાર્ટીની સ્પષ્ટતા
કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રવક્તા સૌરવ દાસે સ્વયંસેવકોની ડાન્સ પાર્ટી અંગેના વાઇરલ વીડિયો પર સ્પષ્ટતા કરી. આ ઉજવણી 5-સ્ટાર નહીં, પરંતુ 3 સ્ટાર હોલમાં યોજાઈ હતી, જેનો હેતુ 37 દિવસના આંદોલન બાદ વોલન્ટિયર્સનો આભાર વ્યક્ત કરવાનો હતો. CJP એ પ્રદર્શનકારીઓ સામેના તમામ FIR પાછા ખેંચવા સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, અને જો લેખિત ખાતરી નહીં મળે તો ફરીથી રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બિહાર ફાયરિંગ મામલે માફી અને સંસદમાં સાર્થક ચર્ચાની માંગ પણ કરવામાં આવી.