દાહોદમાં GIDC બાદ ઝાલોદમાં રેલવે સર્વે સામે ખેડૂતોનો ભભૂકતો આક્રોશ
દાહોદમાં GIDC બાદ ઝાલોદમાં રેલવે સર્વે સામે ખેડૂતોનો ભભૂકતો આક્રોશ
Published on: 28th July, 2026

ઝાલોદ તાલુકામાં GIDC બાદ હવે રેલવે લાઇન માટેના સર્વે સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. થેરકા અને રૂંડી ગામના ખેડૂતોએ એક મહત્વપૂર્ણ બેઠક યોજીને પોતાની ફળદ્રુપ જમીન ન છીનવાઈ તેની આત્મવિલોપન અને ઉપવાસ આંદોલનની ચેતવણી આપી છે. અગાઉ GIDC જેવા પ્રોજેક્ટ્સ સામે થયેલા વિરોધ વચ્ચે, કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરાયેલા આ સર્વેએ ખેડૂતોના ગુસ્સામાં વધારો કર્યો છે. ખેડૂતો વિકાસના નામે જમીન ગુમાવવા તૈયાર નથી અને તાત્કાલિક સર્વે રદ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.