છોટાઉદેપુરના મુલધર-જબુગામને જોડતો મેરીયા બ્રિજ ખુલ્લો મૂકાયો
છોટાઉદેપુરના મુલધર-જબુગામને જોડતો મેરીયા બ્રિજ ખુલ્લો મૂકાયો
Published on: 28th July, 2026

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક મેરીયા નદી પર રૂા.9.52 કરોડના ખર્ચે બનેલો નવીન પુલ શરૂ થતાં મુલધર અને જબુગામ વચ્ચે વાહનવ્યવહાર સરળ બન્યો છે. આ પુલને કારણે પારખ ધામ કબીર મંદિરે આવતા ભક્તો અને આસપાસના 20 ગામના લોકોને સુવિધા મળશે. ખેડૂતો તેમના રોકડિયા પાક, જેમ કે કેળા, પપૈયા, તરબૂચ અને શાકભાજી સરળતાથી બજાર સુધી પહોંચાડી શકશે. વર્ષોથી તૂટેલા કોઝ-વેની સમસ્યાનો અંત આવતાં લોકોમાં ખુશીની લહેર છે.