મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ
મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ
Published on: 03rd October, 2026

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ નિમિત્તે, યાત્રાધામ દ્વારકા સાથેના તેમના ઐતિહાસિક સંબંધને યાદ કરવો પ્રસ્તુત છે. ઇતિહાસ મુજબ, ઈ.સ. 1920 અને 1925માં બે પ્રસંગે ગાંધીજીએ દ્વારકાધીશજીના દર્શન અને આશીર્વાદ મેળવ્યા હતા. 1920માં તેઓ કરાંચી જઈ રહ્યા હતા ત્યારે દ્વારકા નજીક તેમની આગબોટ રોકીને તેમનું સ્વાગત થયું હતું. 1925માં, 'રૂપવતી' આગબોટ પરથી પસાર થતી વખતે તેમણે દ્વારકાધીશજીની ધ્વજાજીનાં દર્શન કર્યા હતા. આ ઉપરાંત, 1948માં ગાંધીજીની અસ્થિઓનું ગોમતી-સમુદ્ર સંગમે વિસર્જન થયું હતું, જેણે આ સંબંધને વધુ ગાઢ બનાવ્યો.