મધ્ય રેલવેમાં ડિસેમ્બર સુધી 15 ડબ્બા લોકલની ફેરીઓ 100ને પાર થશે
મધ્ય રેલવેમાં ડિસેમ્બર સુધી 15 ડબ્બા લોકલની ફેરીઓ 100ને પાર થશે
Published on: 08th September, 2026

મધ્ય રેલવેની લોકલ ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે, મેઈન લાઈન પર 15 ડબ્બાવાળી લોકલ ટ્રેનોની સંખ્યા વર્ષના અંત સુધીમાં 100થી વધુ કરવામાં આવશે. આ માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને ટીટવાલા જેવા સ્ટેશનો પર પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વિસ્તરણથી દરેક ટ્રેનની મુસાફર ક્ષમતા 25% વધશે, જે મુસાફરોને રાહત આપશે. આ પગલાં ગયા વર્ષે મુંબ્રા ખાતે થયેલી દુર્ઘટના બાદ લેવાયા છે.