CBIએ 2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને વિદેશથી પકડયા
CBIએ 2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને વિદેશથી પકડયા
Published on: 03rd May, 2026

રેડ કોર્નર નોટિસના આધારે યુએઈમાં ધરપકડ- બીજો ગુનેગાર આલોકકુમાર બનાવટી પાસપોર્ટના કૌભાંડમાં હરિયાણા પોલીસમાં વોન્ટેડ હતો. ભારતમાં આર્થિક ગુના કરીને વિદેશમાં ભાગી જનારા અપરાધીઓ હવે વિદેશમાં પણ લહેર નહી કરી શકે. ભારત સરકાર આવા ગુનેગારોને વિદેશમાંથી પણ પકડી શકે છે. CBIએ આવા બે રેડ કોર્નર નોટિસવાળા ગુનેગાર કમલેશ પારેખ અને આલોક કુમાર બંનેને વિદેશમાંથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. તેમની આ કાર્યવાહી ફ્રોડ કરી વિદેશ ભાગી જતાં ગુનેગારો માટે મોટી ચેતવણી છે.