દહેજ પાસે જાગેશ્વર ગામના લેન્ડ લૂઝર્સ દ્વારા ઔદ્યોગિક કંપની સામે ધરણાં પ્રદર્શન
દહેજ પાસે જાગેશ્વર ગામના લેન્ડ લૂઝર્સ દ્વારા ઔદ્યોગિક કંપની સામે ધરણાં પ્રદર્શન
Published on: 28th July, 2026

ભરૂચના દહેજ નજીક જાગેશ્વર ગામના ગ્રામજનો, જેમણે 1996-97માં ઔદ્યોગિક વિકાસ માટે જમીનો આપી હતી, તેઓ હવે વળતર અને રોજગારીની માંગણી સાથે ધરણાં પર ઉતર્યા છે. તે સમયે અપાયેલા ઓછા વળતર અને રોજગારી તથા પ્રાથમિક સુવિધાઓની બાંહેધરી બાદમાં APJ Shipyard કંપની બંધ થતાં અનેક પરિવારો બેરોજગાર બન્યા હતા. હાલ અન્ય કંપની ચાલતી હોવા છતાં, GIDC અને GPCBની હાજરીમાં થયેલી બેઠકો છતાં રોજગારી ન મળતાં, ગ્રામજનોએ કંપનીના ગેટ સામે ધરણાં શરૂ કર્યા છે.