વાવ-થરાદમાં વરસાદ બાદ શાળામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા
વાવ-થરાદમાં વરસાદ બાદ શાળામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા
Published on: 28th July, 2026

રાજ્ય સરકાર શિક્ષણને આધુનિક બનાવવાની વાતો કરી રહી છે, ત્યારે બનાસકાંઠાના વાવ-થરાદ પંથકની શ્રી સંસ્કાર વિદ્યાલય, ઢીમા ગામની ગંભીર તસવીરો સામે આવી છે. સામાન્ય વરસાદમાં પણ શાળા પરિસરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે બાળકો જીવન જોખમે અભ્યાસ કરવા મજબૂર છે. આ પરિસ્થિતિ છેલ્લા 11 વર્ષથી યથાવત છે. ધારાસભ્યો અને અધિકારીઓના આવવા-જવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. બાળકો ગંદા પાણીમાંથી પસાર થતાં ચિંતિત છે. વાલીઓ અને ગ્રામજનો તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે.