ભારતીય એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ
ભારતીય એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ
Published on: 14th June, 2026

રશિયન બનાવટનું એન્ટોનોવ એએન-32 પરિવહન વિમાન શનિવારે આસામના જોરહાટ ખાતે ઉતરાણ કરતી વેળા ક્રેશ થતાં ભારતીય હવાઇદળના બે અધિકારીઓ સહિત પાંચ કર્મચારીઓ શહીદ થયા છે. સદનસીબે, વિમાનના સહ-ચાલક બચી ગયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના સવારે ૧૦ વાગ્યાની આસપાસ રોજિંદી ઉડાન દરમિયાન બની હતી. વિમાન રનવે પરથી લપસી ગયું, બે ટુકડા થઈ ગયું અને તેમાં આગ લાગી હતી. આ અંગે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ અપાયો છે.