મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA, પૂર્વ મંત્રી માનસ ભુઈયાએ છોડી TMC
મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA, પૂર્વ મંત્રી માનસ ભુઈયાએ છોડી TMC
Published on: 14th June, 2026

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને સતત ઝટકા લાગી રહ્યા છે. મમતા બેનર્જીના ખાસ ગણાતા 6 વાર MLA અને પૂર્વ મંત્રી માનસ ભુઈયાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. તેમણે સીધું મમતા બેનર્જીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે, અને પાર્ટી પોતાના રાજકીય સિદ્ધાંતોથી ભટકી ગઈ હોવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી હાર બાદ મમતા બેનર્જી માટે આ મોટો ફટકો છે. ભુઈયાએ TMCના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, પરંતુ રાજનીતિમાંથી નિવૃત્તિ નહીં લે. તેમના આગામી પગલાં અંગે અટકળો તેજ બની છે.