ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી 4 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરાયા
ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી 4 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરાયા
Published on: 05th August, 2026

રક્ષાબંધન અને અન્ય તહેવારોને કારણે મુસાફરોની વધતી ભીડને નિયંત્રિત કરવા માટે, પશ્ચિમ રેલવેએ ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી ચાર મુખ્ય ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આનાથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધશે અને તેમની લાંબા અંતરની મુસાફરી સરળ બનશે. સાબરમતી–દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ, સાબરમતી– ગોરખપુર, સાબરમતી– સુલતાનપુર અને સાબરમતી– વારાણસી એક્સપ્રેસમાં AC 3-Tier અને Sleeper શ્રેણીના વધારાના કોચ વિવિધ સમયગાળા માટે ઉમેરવામાં આવ્યા છે.