સુરક્ષિત ફૂટપાથ પર ચાલવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુરક્ષિત ફૂટપાથ પર ચાલવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Published on: 08th July, 2026

સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષિત અને અવરોધમુક્ત ફૂટપાથ પર ચાલવાનો અધિકાર દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આ અધિકાર બંધારણના અનુચ્છેદ 19(1)(d) હેઠળ મળતા મુક્ત અવરજવર અને અનુચ્છેદ 21 હેઠળ મળતા જીવનના અધિકાર સાથે જોડાયેલો છે. વર્ષોથી વાહનોને પ્રાધાન્ય મળતા પગપાળા નાગરિકોની જરૂરિયાતો અવગણાઈ હતી, જેના કારણે અનેક અકસ્માતો થતા હતા. કોર્ટે જણાવ્યું કે રસ્તા માત્ર વાહનો માટે નથી, પરંતુ સૌથી પહેલો અધિકાર ચાલતા નાગરિકોનો છે. આ ચુકાદાનો અસરકારક અમલ લાખો લોકોના જીવનને સુરક્ષિત બનાવશે.