મુંબઈ  ઝૂંપડપટ્ટી પરિસરમાં શૌચાલયની સ્વચ્છતા માટે 5 નવા વાહન
મુંબઈ ઝૂંપડપટ્ટી પરિસરમાં શૌચાલયની સ્વચ્છતા માટે 5 નવા વાહન
Published on: 21st April, 2026

મુંબઈ મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગે ઝૂંપડપટ્ટી વિસ્તારના સાર્વજનિક શૌચાલયોની સફાઈ માટે 2 કરોડના ખર્ચે પાંચ નવા આધુનિક વાહનો ખરીદવાનો નિર્ણય લીધો છે. જૂના વાહનોની આઠ વર્ષની મર્યાદા પૂર્ણ થતા ટૂંક સમયમાં નવા વાહનો કાફલામાં સામેલ થશે, જેનાથી સ્વચ્છતા અભિયાન વધુ કાર્યક્ષમ બનશે. જોકે, મુંબઈના વિશાળ વિસ્તારને જોતા માત્ર પાંચ વાહનો અપૂરતા હોવાથી, દરેક વહીવટી વોર્ડ દીઠ એક અલગ વાહન ફાળવવાની માંગ પણ ઉઠી છે, જેથી ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય.