મુંબઈમાં પ્લેટફોર્મ નિર્માણને કારણે ગુજરાતની 4 ટ્રેનો બોરીવલી સુધી જ દોડશે
મુંબઈમાં પ્લેટફોર્મ નિર્માણને કારણે ગુજરાતની 4 ટ્રેનો બોરીવલી સુધી જ દોડશે
Published on: 11th October, 2026

મુંબઈ જતી ગુજરાતની ચાર ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બાંદ્રા ટર્મિનસ પર પ્લેટફોર્મના બાંધકામ અને ટ્રેનો ઊભી રાખવાની મર્યાદાને કારણે પશ્ચિમ રેલવેએ આ નિર્ણય લીધો છે. 12 થી 16 ઓક્ટોબર દરમિયાન, ભુજ, વલસાડ અને ભાણવડથી આવતી આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસને બદલે બોરીવલી સ્ટેશન પર જ પૂર્ણ થશે. આ ફેરફારને કારણે બાંદ્રા ટર્મિનસ સુધીની ટિકિટ ધરાવતા મુસાફરોએ બોરીવલીથી આગળ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. મુસાફરોને ઘરેથી નીકળતાં પહેલાં ટ્રેનના સંચાલન અંગેની વિગતો તપાસવાની સલાહ આપવામાં આવી છે.