ડૉક્ટર્સે કપડાં ઉતારવા કહ્યું: ક્રિકેટર અનાયા બાંગર સાથે ગેરવર્તનનો ચોંકાવનારો કિસ્સો
ડૉક્ટર્સે કપડાં ઉતારવા કહ્યું: ક્રિકેટર અનાયા બાંગર સાથે ગેરવર્તનનો ચોંકાવનારો કિસ્સો
Published on: 08th August, 2026

ક્રિકેટર અનાયા બાંગર (પહેલાં આર્યન બાંગર) એ લિંગ પરિવર્તનની સર્જરી બાદ નવા જીવનમાં પ્રવેશ કર્યો છે, પરંતુ આ સફર સરળ નથી. એક પાર્ટીમાં વૃદ્ધ પુરુષ દ્વારા પ્રાઈવેટ ભાગોને જોવાનો પ્રયાસ અને મિત્ર દ્વારા સત્ય ચકાસવા ટેપ કરવાનો અનુભવ તેમણે વર્ણવ્યો. સરકારી હોસ્પિટલમાં દસ્તાવેજો અપડેટ કરાવવા ગયા ત્યારે છ પુરુષ અને ત્રણ મહિલા ડૉક્ટરોની પેનલે સંપૂર્ણ કપડાં ઉતારીને તપાસ કરવાનો આગ્રહ રાખ્યો, જેનાથી અનાયા ખૂબ જ વ્યથિત થઈ. પુરુષ ડૉક્ટરોની હાજરીમાં આ પ્રકારની તપાસ સામે વાંધો ઉઠાવવા છતાં, તેઓએ તેને ફરજિયાત ગણાવી.