મેડિકલ ઇમરજન્સીમાં બ્લડ, પ્લાઝમા, પ્લેટલેટ્સની ઓનલાઇન ઉપલબ્ધતા જાણો e-RaktKosh થી
મેડિકલ ઇમરજન્સીમાં બ્લડ, પ્લાઝમા, પ્લેટલેટ્સની ઓનલાઇન ઉપલબ્ધતા જાણો e-RaktKosh થી
Published on: 29th August, 2026

મેડિકલ ઇમરજન્સીમાં સમય ખૂબ કિંમતી હોય છે. દર્દીને બ્લડની જરૂર પડે ત્યારે સાચું બ્લડ ગ્રૂપ મેળવવું મુશ્કેલ બની શકે છે. આવા સમયે, સરકારના ‘e-RaktKosh’ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઘરે બેઠા નજીકની બ્લડ બેંકમાં બ્લડ, પ્લાઝમા કે પ્લેટલેટ્સની ઉપલબ્ધતા જાણી શકાય છે. આ કેન્દ્રીય પોર્ટલ દેશભરની બ્લડ બેંકોને જોડે છે અને રિયલ ટાઇમમાં સ્ટોક દર્શાવે છે. e-RaktKosh વેબસાઇટ પર ‘Blood Availability Search’ દ્વારા રાજ્ય, જિલ્લો અને જરૂરી બ્લડ ગ્રૂપ પસંદ કરીને ઉપલબ્ધતા ચકાસી શકાય છે.