બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રસોડાનો આ મસાલો છે ખૂબ જ ફાયદાકારક
બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રસોડાનો આ મસાલો છે ખૂબ જ ફાયદાકારક
Published on: 29th August, 2026

કોલેસ્ટ્રોલ એ લોહીમાં જોવા મળતો પદાર્થ છે, જેના બે પ્રકાર હોય છે: ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ. બેડ કોલેસ્ટ્રોલ હૃદય અને મગજમાં રક્ત પુરવઠાને અવરોધિત કરી શકે છે. જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય, ત્યારે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઈ શકે છે. તજ, જે એક લોકપ્રિય મસાલો છે, તે તેના ઔષધીય ગુણધર્મોને કારણે બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં અસરકારક માનવામાં આવે છે.