મેદસ્વીતા સંકટ: જંક ફૂડ પર સ્પષ્ટ લેબલ લગાવવા સરકારને સુપ્રીમ કોર્ટનું અલ્ટીમેટમ
મેદસ્વીતા સંકટ: જંક ફૂડ પર સ્પષ્ટ લેબલ લગાવવા સરકારને સુપ્રીમ કોર્ટનું અલ્ટીમેટમ
Published on: 27th August, 2026

બાળકો અને કિશોરોમાં 2000 થી 2022 દરમિયાન ઓબેસિટી 2% થી વધીને 10% થઈ ગઈ છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. ઝડપી જીવનશૈલી અને બદલાતી ખાણીપીણીને કારણે જંક ફૂડ સ્વાસ્થ્ય માટે ખતરો બન્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જંક ફૂડ પર તાત્કાલિક 'ફ્રન્ટ-ઓફ-પેક' વોર્નિંગ લેબલ્સ લાગુ કરવા સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે. આ લેબલ ગ્રાહકોને મીઠું, ખાંડ, ફેટ અને કેલરી વિશે સાચી માહિતી આપશે, જેથી તેઓ સ્વસ્થ નિર્ણય લઈ શકે.