સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલો સાથે MoU
સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલો સાથે MoU
Published on: 15th August, 2026

ગુજરાત સરકાર અને એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) ગુજરાત દ્વારા ESIC વીમાધારક કામદારો અને તેમના પરિવારજનો માટે આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ ભાગીદારી હેઠળ, સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર સર્વ મંગલ હોસ્પિટલ, સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર સાથે ટર્શિયરી કેર અને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે જોડાણ કરાયું છે. ગુરુદેવ રાકેશજીની પ્રેરણા અને શ્રીમદ્ રાજચંદ્ર મિશનના સેવાભાવથી આ MoU, ESIC વીમાધારકોને નિયમોનુસાર પાત્રતાના આધારે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરશે. લાગુ ESIC નિયમો અનુસાર સારવારના ખર્ચ માટે કોઈ નાણાકીય મર્યાદા રહેશે નહી.