એન્ટિબાયોટિક્સ, ડાયાબિટિસ અને સ્કિન કેરની 16 દવા પર સરકારનો પ્રતિબંધ
એન્ટિબાયોટિક્સ, ડાયાબિટિસ અને સ્કિન કેરની 16 દવા પર સરકારનો પ્રતિબંધ
Published on: 25th June, 2026

કેન્દ્ર સરકારે ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન્સ (FDC) એટલે કે બે કે તેથી વધુ દવાઓના ઘટકો મિશ્રિત દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આરોગ્ય વિભાગે આ નિર્ણય લીધો છે. પ્રતિબંધિત દવાઓમાં એન્ટિબાયોટિક્સ, ડાયાબિટીસ, સ્કિન કેર, પેટના દુખાવા અને પેઈનકિલર્સનો સમાવેશ થાય છે. આ ૧૬ કોમ્બિનેશન દવાઓ બિનઅસરકારક હોવાનું અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું નિષ્ણાતોની સમિતિએ શોધી કાઢ્યું છે. બિનજરૂરી કોમ્બિનેશનથી દર્દીઓનો ખર્ચ અને આડઅસરો વધે છે.