E20: શેરડીમાંથી ઇથેનોલ બનાવવું એ માત્ર ભ્રમ છે
E20: શેરડીમાંથી ઇથેનોલ બનાવવું એ માત્ર ભ્રમ છે
Published on: 09th August, 2026

સમગ્ર ભારતમાં પેટ્રોલિયમમાં ૨૦ ટકા ઇથેનોલ (E20) ઉમેરવાથી ગૂંચવણો ઊભી થઈ છે. ઘણા માને છે કે વાહનોની એવરેજ ઘટી ગઈ છે અને એન્જિનમાં સમસ્યા આવી રહી છે. જોકે, ૨૦૨૩ કે તે પછી બનેલા વાહનો E20 કોમ્પ્લાયન્ટ છે, તેથી તેમને ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલ પંપ પર E20 ઉપલબ્ધ છે, પરંતુ કેટલાક નાના શહેરોમાં જૂનો સ્ટોક હજુ પણ મળી શકે છે. ઇથેનોલ શેરડીમાંથી બને છે, પણ તેના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં પ્રદુષણ થાય છે અને જમીનનું પાણી સ્તર ઘટે છે.