કૌટુંબિક ઝઘડાના કારણે ટ્રેનમાં બેસીને નિકળી ગયેલી મહિલા મધ્યપ્રદેશથી જામનગરમાં પહોંચી
કૌટુંબિક ઝઘડાના કારણે ટ્રેનમાં બેસીને નિકળી ગયેલી મહિલા મધ્યપ્રદેશથી જામનગરમાં પહોંચી
Published on: 10th August, 2026

મધ્યપ્રદેશમાં કૌટુંબિક ઝઘડા બાદ કોઈને જાણ કર્યા વિના ટ્રેનમાં જામનગર આવેલી એક મહિલાને 181 હેલ્પલાઈન અને સખી વન સ્ટોપ સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે ભેળવી દેવામાં આવી. મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ, સેન્ટરના કર્મચારીઓએ મહિલાને આશ્રય આપી, કાઉન્સિલિંગ કર્યું. કાઉન્સિલિંગ દરમિયાન મહિલાએ પોતાની મધ્યપ્રદેશની ઓળખ અને પારિવારિક કલેશની વાત જણાવી. સેન્ટરના પ્રયાસોથી તેના પરિવારનો સંપર્ક થયો અને તેઓ જામનગર આવતા મહિલાને સહીસલામત રીતે પરિવારને સોંપવામાં આવી.