વિશ્વ હિપેટાઈટિસ દિન: જામનગરમાં ITRA ખાતે 150 UG-PG સ્કોલર્સને હિપેટાઇટિસ બી-સી અંગે વિસ્તૃત માહિતી.
વિશ્વ હિપેટાઈટિસ દિન: જામનગરમાં ITRA ખાતે 150 UG-PG સ્કોલર્સને હિપેટાઇટિસ બી-સી અંગે વિસ્તૃત માહિતી.
Published on: 02nd August, 2026

જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા "Let’s Break It Down" થીમ હેઠળ ITRA ખાતે વિશ્વ હિપેટાઈટિસ દિન નિમિત્તે ખાસ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ડૉ. હરેશકુમાર ગોરી અને ડૉ. પલક ગણાત્રાના માર્ગદર્શન હેઠળ, આશરે 150 UG અને PG સ્કોલર્સને ડૉ. અમિ ત્રિવેદી દ્વારા હિપેટાઇટિસ-બી અને હિપેટાઇટિસ-સીના પ્રકારો, લક્ષણો, બચાવ, રસીકરણ અને સરકારી મફત સારવાર વિશે માર્ગદર્શન અપાયું. IEC સામગ્રીનું પ્રદર્શન અને લાયન્સ ક્લબનો સહયોગ પણ રહ્યો.