ગુજરાતમાં 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં 8.78 ઈંચ
ગુજરાતમાં 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં 8.78 ઈંચ
Published on: 02nd August, 2026

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 257 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક શહેરો અને ગામોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. મોરબી જિલ્લામાં સૌથી વધુ 8.78 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધ્રાંગધ્રા, હળવદ, નાંદોદ, ગરૂડેશ્વર, માળિયા (મીં), નાનાપોંઢા, વાંકાનેર, લખતર, કપરાડા, ઉમરપાડા, ભરૂચ, ઝઘડિયા, ઓલપાડ, મહુધા, અંકલેશ્વર, મૂળી, ચુડા, થાનગઢ, શિનોર, ચોટીલા, નસવાડી, કપડવંજ, કઠલાલ, ચીખલી, પાટણ, દિયોદર, કામરેજ, સિદ્ધપુર, સુરત શહેર અને રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.