ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી
Published on: 02nd August, 2026

હવામાન વિભાગ (IMD) મુજબ, રાજસ્થાનમાં સક્રિય લો પ્રેશર એરિયા નબળો પડ્યો છે, પરંતુ તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ સક્રિય છે. આ કારણે, આજે 2 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. મોનસૂન ટ્રફની સ્થિતિ અને ઓફ-શોર ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેશે. 3 ઓગસ્ટ બાદ વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ 7 ઓગસ્ટ સુધી છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે. નીચાણવાળા વિસ્તારો અને ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના.