ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Published on: 02nd August, 2026

સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી કોમવેલ્થ ગેમ્સ-2026 ના સમાપન સમારોહમાં અમદાવાદ શહેર માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આ સમારોહમાં વર્ષ 2030 માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમવેલ્થ ગેમ્સની બેટન અને ધ્વજ સોંપવામાં આવશે. આ સાથે જ અમદાવાદની 2030 ની કોમવેલ્થ ગેમ્સના યજમાનપદની સત્તાવાર યાત્રાનો પ્રારંભ થશે. આ હેન્ડઓવર સેરેમની ત્રણ ભાગમાં યોજાશે, જેમાં ક્વિન્સ બેટનનો ઇતિહાસ અને તેની વિશેષતાઓ પણ દર્શાવાશે.