ડીસાના કરજાપુરા શાળાના મહિલા આચાર્યનું તાલીમ દરમિયાન હાર્ટ એટેકથી દુઃખદ અવસાન
ડીસાના કરજાપુરા શાળાના મહિલા આચાર્યનું તાલીમ દરમિયાન હાર્ટ એટેકથી દુઃખદ અવસાન
Published on: 01st August, 2026

ડીસા તાલુકાના આસેડા ગામે પગાર કેન્દ્ર શાળા ખાતે ધોરણ 1 થી 5 ના શિક્ષકોની તાલીમ યોજાઈ હતી. આ તાલીમ દરમિયાન કરજાપુરા પ્રાથમિક શાળાના 52 વર્ષીય આચાર્ય મંજુલાબેન ઈૃરભાઈ રાઠોડને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું. આ ઘટનાથી શિક્ષણ જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. તાલીમમાં તેઓ સક્રિયપણે ભાગ લઈ રહ્યા હતા ત્યારે અચાનક તબિયત લથડતાં દુર્ભાગ્યપૂર્ણ બનાવ બન્યો.