બારડોલી સ્વરાજ આશ્રમમાં ગાંધી જયંતિ: પુષ્પાંજલિ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન
બારડોલી સ્વરાજ આશ્રમમાં ગાંધી જયંતિ: પુષ્પાંજલિ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન
Published on: 03rd October, 2026

બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા કલેકટર તેજસ પરમારે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો. કલેક્ટરે ગાંધીજીના વિચારો જીવનમાં ઉતારવા સૌને અનુરોધ કર્યો. સ્વરાજ આશ્રમથી શહીદ ચોક અને અસ્તાન ફાટક હનુમાનજી મંદિર વિસ્તારમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન યોજાયું, જેમાં વૃક્ષારોપણ પણ કરાયું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.