ભેળસેળયુક્ત હિંગ અને તેના સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો
ભેળસેળયુક્ત હિંગ અને તેના સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો
Published on: 30th August, 2026

તાજેતરમાં FSSAI દ્વારા જાણીતી બ્રાન્ડ્સના હિંગના સેમ્પલ ગુણવત્તામાં નિષ્ફળ જતાં વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ કારણે લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે બજારમાં મળતી હિંગ અસલી છે કે નકલી, અને ભેળસેળયુક્ત હિંગ ખાવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે. FSSAI ની તપાસમાં 'કમ્પાઉન્ડેડ હિંગ' માં આલ્કોહોલ-દ્રાવ્ય અર્ક અને સ્ટાર્ચનું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતા ઓછું કે વધારે જોવા મળ્યું. ઉત્પાદન ખર્ચ ઘટાડવા ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ગુંદર, મીઠું, સ્ટાર્ચ અને કૃત્રિમ રંગો ઉમેરવામાં આવે છે.