પાલનપુરના યુવકે 47માં જન્મદિવસની અનોખી ઉજવણી
પાલનપુરના યુવકે 47માં જન્મદિવસની અનોખી ઉજવણી
Published on: 20th August, 2026

પાલનપુરના 'પેડમેન' નયન ચત્રારિયાએ પોતાના 47માં જન્મદિવસની ઉજવણી દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા (ડાંગીયા) ગામની પી.એમ. પ્રાથમિક શાળામાં કરી. તેમણે 46 દીકરીઓના 46 પિતાઓને એક મંચ પર લાવી, દીકરીઓ માટે 9 મહિના સુધી ઉપયોગી થાય તેવી સેનેટરી પેડની 46 મફત કિટ અર્પણ કરી. આ પ્રસંગે શાળાના આચાર્ય કમલેશભાઈ ઠક્કરે પણ ઉપસ્થિત રહી આ સેવાકાર્યને બિરદાવ્યું. પિતાઓને દીકરીઓના માસિક સ્વાસ્થ્યમાં સક્રિય ભાગીદારી અંગે સમજાવવામાં આવ્યું. છેલ્લા 5 વર્ષમાં નયન ચત્રારિયાએ ગુજરાતના 512થી વધુ ગામડાઓમાં જાગૃતિ ફેલાવી છે.